________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
-
- -
- -
- -
-
૨૮૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે જિંદગી સુધી આ પ્રમાણે વ્રત ચાલુ રાખે, તે તેથી સ્ત્રી અને પુરુષ બંનેનાં સૌભાગ્ય અને આયુષ્યની વૃદ્ધિ થાય એ નિઃસંશય છે.
એટલું જણાવ્યા પછી હવે આપણે હીન, મિથ્યા અને અતિગવાળી ઋતુઓમાં કેવી રીતે વર્તવું તેને વિચાર કરીએ. ઘણું કાળથી ઉપર લખેલાં પર્વોની પરંપરા ચાલતી આવેલી, જેથી આપણે તે પર્વ આવે કે તે પર્વના નિયમ પ્રમાણે ચાલુ આહારવિહાર કરીએ છીએ, પરંતુ જ્યારે જ્યારે વાતુમાં વિષમયેગ જણાય ત્યારે ત્યારે આપણે કોઈ જાતને ફેરફાર કરતા નથી. આથી શરીરમાં રહેલી ત્રણે ધાતુઓ દોષનું રૂપ પકડે અને દો મળનું રૂપ પકડે; એટલે શરીરમાં અવ્યવસ્થા થઈ રોગ ઉત્પન્ન થાય છે. કહેવાની મતલબ એવી છે કે, પરંપરાથી ચાલતા આવેલા પર્વના દિવસોના આહારવિહાર ઋતુમાનને સમજીને કરવાના તે દૂર રહ્યા, પણ તે ચાલુ રીતમાં ઓર વધારે કરીએ છીએ અને તેથી જ જિંદગી ટકી થતી જાય છે. એટલા માટે ત્રાતુના ફેરફાર વખતે કેવી રીતે વર્તવું, તેને વિચાર કરવાની ખાસ જરૂર છે.
આપણે જરાક પાછળ અવલોકન કરીશું કે, જે તુ લંબાઈને બીજી તુમાં પોતાના ગુણદોષ સાથે પ્રવેશ કરે, તે લંબાનારી ત્રતને અતિગ થયે છે એમ જાણવું. જે રતુમાં પાછળની ઋતુ લંબાયેલી હોય છે તે ઋતુને હીગ થયે છે એમ જાણવું; અને જે તુ આગળ આવવાવાળી છે તેના ગુણધમ ચાલુ જતુમાં દેખાય તે તે તે આવનારી તુને મિથ્યાગ થયેલે જાણ. એટલું જાણ્યા પછી આપણે જાણવું જોઈએ કે, જે વર્ષાઋતુને અતિગ થાય તો તે વર્ષાઋતુમાં થયેલા અત્યંત વાયુના કેપને દબાવવા માટે આપણે શ્રાવણ માસમાં જે રાક ખાઈએ છીએ, તેમાં ફેરફાર કરી, તીખા અને ખાટા તથા કડવા રસપ્રધાન ખોરાક ખાવાનું શરૂ કરે, એટલે વાયુ આપણા શરીરને નુકસાન કરશે નહિ. જે શરદ
For Private and Personal Use Only