________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૨ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે સર્વને એકસરખે આનંદ ભેગવવાને હેવાથી, જાતજાતનાં ખાનપાનની તૈયારી દિવાળી આગમચથી કરી મૂકવામાં આવે છે. અને તે પછી દિવાળીના દિવસોમાં ખવાય છે. તેનું એક વૈદકીય કારણ એવું છે કે, જેમ જેમ હેમંતઋતુ ભેગવાતી જાય તેમ તેમ જઠરાગ્નિ તીક્ષણાગ્નિનું રૂપ પકડતા જાય છે અને વાયુને સંચય હેવાથી વાયુ લંઘનને સહન કરી શકતા નથી. આથી પર્વ ને દિવસે મિષ્ટાન્ન બનાવવાનું હોવાથી જમવાને નિયમિત કાળ છેટે જાય છે, એટલે જમતાં પહેલાં કાંઈક ઉપાહાર તરીકે સારું ખાવાનું જોઈએ; તેથી આપણા લોકો થાપડા, ખડખડિયાં, ઘૂઘરા, ઘારી, સંજેરી વગેરે પદાર્થો બનાવી મૂકે છે અને તેને ઉપાહાર કર્યા પછી શાંતિથી જ્યારે રસાઈ થાય ત્યારે મિષ્ટાન્નનું ભજન કરે છે, જેથી હેમંતનુને વાયુ કેપ પામી રસ કે ધાતુને સૂકવવાનું કામ કરી શકે નહિ. પણ એ ખોરાકમાં અતિશક્તિ થયેલી જણાય છે. કારણ કે વૈદકશાસ્ત્રના નિયમ પ્રમાણે તેલમાં તળેલ ખેરાક વિદાહી કહેવાય છે અને ઘીમાં તળેલો ખોરાક ગુન્ન ગણાય છે. એટલે વિદાહી અને ગુરુ એ બેઉ જાતના ખેરાક જે વાસી થઈ ગયા હોય તે અત્યંત અવગુણકર્તા થઈ પડે છે. તે ઉપર ધ્યાન નહિ આપતાં દિવાળીના આઠ દિવસ પહેલાંથી બનાવેલી ખેરી વાનીઓ કમે ક્રમે દરરોજ ખવાવા માંડે છે. અને તે દિવાળી પછી અક્ષયનેમ (કાતક સુદિ નેમ)ને અન્નકૂટ ઉત્સવ થાય છે ત્યાં સુધી પહોંચાડી અન્નકૂટમાં તેને છેલ્લા ખોરાક તરીકે ખાઈને પિતે કૃતાર્થ થાય છે! પણ જાણવું જોઈએ કે, તેલમાં તળેલા પદાર્થ જેમ જેમ વાસી થતું જાય છે, તેમ તેમ તેને રસ બદલાતે જઈ ખેરાપણું આવતું જાય છે, અને ઘી–ખાંડ મેળવેલે પદાર્થ જેમ જેમ સમય જાય છે તેમ તેમ તેને રસ ચલિત થઈ ખટાશ પકડતે જાય છે. એટલે એટલું તે નક્કી છે કે, કેઈ પણ જાતને બરાક
For Private and Personal Use Only