________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધઋતુ-
દણ
૨૯૮
પૂરી, દૂધના ભોરે પદાર્થો, કેળાં તથા શિંગના લાડુ, દહીં અને કાકડીનું રાયતું, શિંગડાં અને ખજૂરના લાડુ વગેરે ફળાહારને નામે અન્નાહાર કરતાં પણ વધારે ભારે પદાર્થો ખાવામાં જરાય કસર મૂકતા નથી! છતાં બારસને દિવસે કહેશે કે, ગઈ કાલે તે અગિયારસ કરેલી છે એટલે અગિયારસના ઉપવાસી છીએ, તેથી જલદી રસોઈ કરાવી જમવું જોઈએ! એમ કરીને અજીરણમાં અજીરણ ઉત્પન્ન કરી, શરીરમાં ફળાહારરૂપી અમૃતને સંચય ન કરતાં વિષને સંચય કરે છે, અને તેઓ પછી શરદમાં સપડાઈને માંડમાંડ મરતાં બચે છે તેમાં કોને દોષ કાઢશે તે પછી શરદઋતુમાં
જ્યારે પિત્ત પ્રકેપ થયે હેય, છતાં ઋતુ સમયેગવાળી હેય તે પિત્તની શાંતિ કરવા માટે શ્રાદ્ધપક્ષનું પંદર દિવસનું પર્વ આવે છે; તે વખતે ઘણું કરીને પિત્તથી દગ્ધ થયેલા રસેને શાંત કરવા માટે દૂધપાક પૂરીનાં જમણો કરવામાં આવે છે. આથી પિત્તની શાંતિ થઈ શરીરમાં સૂર્યના તાપથી ખેંચાઈ જતા બળને અટકાવી શકાય છે, અને તે પછી નવરાત્રીનું પર્વ આવીને આ સુદિ પૂનમને દિવસે શરદબાતુ પૂર્ણ થાય છે અને હેમંતને આદિકાળ આવે છે. એટલે શરદબાતુના પિત્તની શાંતિ કરવાને માટે શરદજતુની ચાંદનીને પ્રકાશ શરીરમાં દાખલ કરવાથી આયુષ્યની વૃદ્ધિ થાય છે અને પિત્તની શાંતિ થાય છે. તેટલા સારુ મનુષ્ય માત્રને માટે ફરજિયાત નવરાત્રી અને શરદપૂર્ણિમાના તહેવારો ઉત્પન્ન કરેલા છે. એટલે નવરાત્રી એ દેવી (માતા)નો ઉત્સવ છે અર્થાત્ માતાના રજથી પિલાયેલું બાળક જેમ હૃષ્ટપુષ્ટ બને છે, તેમ ચંદ્રરૂપ માતાના રજને વરસાવતી નવરાત્રીની કહે કે શરદની રજની ચંદ્રના નિર્મળ રજને વસાવ જગતને પિષે છે. એટલે
એ ઋતુમાં સ્ત્રીપુરુષનાં શરીર બળવાન થાય છે અને તે શરીરને પિષવાવાળાં અન્નો, ફળો અને ઔષધિઓ પણ બળવાન થાય છે.
For Private and Personal Use Only