________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
-
-
-
- -
- -
-
૨૫૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે કરે છે અને ગટાકરણ કે ગુલાબ જેવી વનસ્પતિઓને ગુલાબી રંગનાં પુષે આવતાં જણાય છે. અને વર્ષાઋતુના મધ્યભાગમાં જ્યારે શુદ્ધ વાયુને કોપ હોય છે અને કફની શાંતિ થઈ ગયેલી હોય છે, એટલે કફના મીઠા સ્વાદવાળી વનસ્પતિઓને લેપ થઈ વાયુના મેળા સ્વાદવાળાં ફળે એટલે કાકડી, ચીભડાં ગવાર, વગેરે ફળ પાકેલાં દેખાય છે. તેવી રીતે વર્ષાઋતુના અંતભાગમાં જ્યારે શરદબાતુનું પિત્ત મિશ્ર થાય છે, ત્યારે પાંચે તો એકઠાં મળી સફેદ વસ્તુને પ્રકટ કરે છે. જેથી સફેદ છે કે જેમને કોડી, શંખ, છીપ ને ખાંગડા જેવા પડમાં રહેવાનું હોય છે તેવા જ ઉત્પન્ન થાય છે, અને તે જ પ્રમાણે વનસ્પતિમાં જાઈ, જુઈ, ચંપલી, સાહેલી અને મેગરાનાં ફૂલ ઉત્પન્ન થાય છે, અને વનસ્પતિમાં ધૂળે રસ વધવાથી આકડા, કંટાળા થેર, વડ, ગુલ્લર (ઉમરડે) આદિ લઈને દૂધવાળી વનસ્પતિ બળવાન થતી જણાય છે. એટલે વર્ષાઋતુના પાછલા ભાગમાં શરદત્રતુને કાંઈક અંશે પ્રાદુર્ભાવ થવાથી જે પિત્તને કેપ થાય છે, કફને સંચય થાય છે અને વાયુનું શમન થાય છે. એ વાયુનું શમન થવાથી પિત્ત જે જળતત્વની નીચે દબાઈ રહ્યું હતું તેને ખીલવાને સમય આવે છે. જેથી વનસ્પતિઓને પીળાં ફૂલ આવવા માંડે છે, તેમ જંતુએમાં આનેય તવાળી એટલે પિત્તના રંગવાળી પીળી અને લીલી માખીઓ તથા એવાં જંતુઓ ઉત્પન્ન થાય છે, કે જે મનુષ્યના શરીર પર બેસવાથી કે મસળાવાથી દાહ અથવા દાહ સાથેના ફલ્લા ઉત્પન્ન કરે છે. આકાશમાં તુલા અને વૃશ્ચિક રાશિમાં સૂર્ય આવે છે જેથી પિત્તને પ્રકેપ થાય છે; અને પિત્તમિશ્રિત હેમંત
તુને ભેગા થવાથી પિત્તને પીળો રંગ બદલાઈને રતાશ પડતે પીળો એટલે નારંગી રંગ વાતાવરણમાં પસરેલે જણાય છે. આથી પીળાં ફૂલના કાંટાસરિયા, જેને સોનેરી રંગનાં ફૂલ આવે છે તે
For Private and Personal Use Only