________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વતુ-દર્પણ
૨૩૫ સફળ થાય? એવું જાણવા છતાં ઈશ્વરલીલા એટલે કુદરતના બંધારણ માટે જે ગુપ્ત નિયમો ઘડાયા છે, તેના રહસ્યનું જેટલું અને જેટલે સુધી અમારી બુદ્ધિ પહોંચે તેટલું અને તેટલે સુધીનું વર્ણન કરવાને અમે તે વિદ્યામાં પ્રવેશ કરવા ધારીએ છીએ; અને એ મંથનમાંથી જે ઉપલબ્ધ થાય તે પ્રજા સમ્મુખ રજૂ કરવાની ઈચ્છા રાખીએ છીએ. ઋષિમુનિઓ, શાસ્ત્રીઓ અને પંડિતે તથા તવજ્ઞાનીઓ આ વિષયને માટે અજાણ નથી. અને તેઓએ આ વિષયમાં ઊંડા ઊતરીને પ્રજાને પિતાના જ્ઞાનને લાભ આપેલ છે. તથાપિ કાળના પરિવર્તનની સાથે જગતનું પરિવર્તન થતું હોવાથી વર્તમાનકાળને અનુસરી આ વિદ્યાનું ગુપ્ત રહસ્ય નવેસરથી ગઠવીને પ્રજાને જાણમાં લાવવાની ખાસ જરૂર સમજીને, આ નિબંધ લખવાનું પ્રજની ઉપસ્થિત થયું છે.
આ કુદરતી સૃષ્ટિમાં જ્યારથી પૃથ્વીએ સૂર્યની આસપાસ ભ્રમણ કરવાનું શરૂ કર્યું ત્યારથી તે સૂર્યના આકર્ષણમાં પિતાની ગતિએ પિતાની ધરી ઉપર ભ્રમણ કરીને ચકા ખાતી ખાતી સૂર્યની આસપાસ આપણા એક વર્ષના કાળમાં એક ફેરો ફરી શકે છે. એટલે પૃથ્વી સૂર્યની આસપાસ એક ફેરે ફરે છે તેને આપણે એક વર્ષ ગણીએ છીએ. પરંતુ એક વર્ષમાં પૃથ્વીને એક ફેરે ખાતાં પૃથ્વી સાથે સંબંધ ધરાવતા બીજા ગ્રહનું તે પૃથ્વીને આકર્ષણ લાગવાથી અને જે સૂર્યની પાછળ પૃથ્વી ફરે છે તે સૂર્યને પિતાની ધરી પર ફરતાં આપણું ૩૬૫ દિવસમાં ૧૨ રાશિમાં ફરવાનું ઉપયોગમાં આવે અને વર્તમાન ચિકિત્સકે પ્રજાને તે માર્ગે દોર એવા હેતુથી અમારી જેટલે અંશે બુદ્ધિ પહોંચી તેટલે અંશે આ વર્ણન કર્યું છે. એમાં જે અપૂર્ણતા જણાય તે બીજા વિદ્વાન પૈદેએ પૂર્ણ કરવી; કારણ કે ઈશ્વરી સૃષ્ટિના ગુપ્ત ભેદ એક મનુષ્યને પૂર્ણપણે જાણવામાં આવતા નથી.
For Private and Personal Use Only