________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા ત્યારબાદ તે ડાળીને તેલને ધૂપ દઈ, તે બાળકના ઘરના રાંધવાના ચૂલા ઉપર લટકાવવાં. એ પ્રમાણે રવિવારે પીપળાંના પાન ઉપર, મંગળવારે આકડાના પાન ઉપર અને ગુરુવારે નાગરવેલના પાન ઉપર લખીને બંધાવવાથી, ઓછાનાં ચાંદાં સુકાઈ જાય છે. આ પ્રયોગમાં શું ચમત્કાર છે અથવા શી યુક્તિ છે, તે સમજાતું નથી; પણ સેંકડે બાળકના એછા સારા થઈ ગયા છે, માટે અમે તે એને પ્રભાવિક ગુણવાળે પ્રયોગ માનીએ છીએ.
બાળકને બીજા ઘણું જાતના રોગ થાય છે અને તે રોગોની ચિકિત્સા મટાં માણસ પ્રમાણે જ કરવામાં આવે છે, જેને પ્રયોગ ચાલુ હોવાને લીધે અમે વધારે લંબાણ કરતા નથી. બાળકને માટે નિઘંટુ રત્નાકર, ભાવપ્રકાશ, રસરત્નસમુચ્ચય, વગેરે ગ્રંથમાં ઘણું રેગેના ઘણા ઉપાયે લખેલા છે; પરંતુ તે અનુભવેલા નહિ હોવાથી અમે તેને ઉતારા કરી ટિપણ વધાર્યું નથી. પણ નિઘંટુ રત્નાકરમાં “માતૃકાઓની પીડા? અને જોતિષશાસ્ત્રના માનેલા નવ ગ્રહો સિવાયના બીજા નિગમેયાદિ ગ્રહોના નડવાથી બાળકના જુદા જુદા રંગોનું વર્ણન કરેલું છે. તેમાં તે માતૃકાઓ અને ગ્રહો બાળકને શા કારણથી નડે છે, તે નહિ સમજાવાથી અને તે શબ્દોમાં શા અલંકાર રહેલા છે તે અકકલમાં નહિ ઊતરવાથી તેનું વર્ણન કર્યું નથી. જે કઇ મહાન તર્કવાદી એ ગ્રહને જે અલંકારમાં ગોઠવેલા છે તેની શોધ કરી, પ્રવેગ સિદ્ધ કરે, તે બાળકો ઉપર ઘણે ઉપકાર થાય એમ છે, એટલું જ કહીને આ વિષયને સંપૂર્ણ કરીએ છીએ.
भाग पहेलो समाप्त
For Private and Personal Use Only