________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
શ્રી આયુર્વેદ નિબંધમાળા ગડાટ થવે, પેટ ચડવું અને પેટ ઊછળવું, એ લક્ષણથી બાળકના કઠામાં પીડા છે એમ જાણવું. મળમૂત્રમાં ગંધ આવવી, ચારે તરફ આંખ ફાડીને જવું એ લક્ષણ હેય તે, તેની ગુદામાં અથવા પિશાબમાં કઈ પ્રકારની પીડા છે એમ જાણવું. વૈદ્યોએ બાળકનું નાક, મેટું, કાન, હાથ, પગ અને બીજા અવય તથા સાંધાએને વારંવાર તપાસતા રહેવું, જેથી નહિ બેલી શકતા બાળકને ગુપ્ત રે ધ્યાનમાં આવી જશે અને તે પ્રમાણે ચિકિત્સા કરવાથી બાળકને જલદી આરામ થશે.
એક“કુફણક નામનો રોગ દૂધના દોષથી બાળકને જ થાય છે. તેનું લક્ષણ એવું છે કે, બાળકની આંખમાં ચળ આવે છે, આંખ ગળે છે અને તે બાળક કપાળ, આંખ અને નાકને ચેળે છે, તથા તે તડકા સામું જોઈ શકતું નથી અને આંખ ઉઘાડતું નથી. એ રોગ થયો હોય તે હરડાં, બેડાં, આમળાં, લેધર, સાડી, આદુ, રીંગણીભૂળ અને દેડકીનું મૂળ, એને વાટીને એક ગેળે બનાવી મૂકો. પછી તે ગોળાને ઘસીને જરા ઊને કરીને બાળકથી ખમાય તે કપાળે ચોપડે જેથી એ રેગ મટે છે.
બાળકને લોહીવાળા ઝાડા થતા હોય તો મોચરસ, લજજાબુ, ધાવડીનાં ફૂલ અને કમળનું કેશર એના ચૂર્ણને પાણીમાં ઉકાળી પાવાથી રક્તાતિસાર બંધ થાય છે. જે બાળકને પ્રવાહિકા (મરડે) થયે હેય તે લેધર, ઇંદ્રજવ, ધાણું, આમળાં, વાળે અને મેથ; એનું ચૂર્ણ કરી મધમાં ચટાડવાથી તાવ અને પ્રવાહિકાને નાશ થાય છે. ઘણી વાર બાળકને ભસ્માજીર્ણ થાય છે, તેમાં બાળક પુષ્કળ ખાય છે અને ભૂખ્યું ને ભૂખ્યું જણાય છે. તેવા રોગમાં. “લઘુવસંત માલતિ ઘણો ફાયદો કરે છે. જે બાળકને હિક્કો (હેડકી) થઈ હોય તો. એક ખાપૂર માણેકરસ લઈ, તેને ચેડા ગોળને પાણીમાં મેળવી પીવાથી, હેડકી બંધ થઈ જાય છે. જે
For Private and Personal Use Only