________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આયુર્વેદ નિબંધમાળા
વાની જરૂર પડતી નથી અને બાળક પીળું પણ પડતું નથી, તેમજ કૃમિ પિતાની મેળે બહાર નીકળી જાય છે. અમારા આયુર્વેદાચાર્યો પેટમાં થતા અઢાર જાતના કૃમિ અને બહાર થતા બે જાતના કૃમિ, જેને જૂ અને ચામજૂના નામથી ઓળખાવે છે, તથા એક ચામડીમાં થતો કૃમિ કે જેને વાળો (નાળું) કહે છે, એ પ્રમાણે એકવીશ જાતના કૃમિ ગણેલા છે. તે પૈકી અંદરના ભાગમાં થતા અઢાર જાતના કૃમિને માટે આ કૃમિકુઠારરસ એક અકસીર ઇલાજ છે. કેટલાંક બાળકોને દશ વાસાની અંદર શરીર ઉપર દાઝેલા જેવા ફેલ્લા નીકળે છે, જેને ઘરડાં માણસો “વઘારિયાં કહે છે. તેની ઉત્પત્તિ એવી છે કે, જે ઘરમાં પ્રસૂતા સ્ત્રી સૂતી હોય અને તે ઘરમાં રાઈખાનામાં તેલ, હિંગ, રાઈ અને મરચાંને, શાકમાં કે દાળમાં વઘાર કરવામાં આવે અને તેની ગંધ આખા ઘરમાં ફેલાય, જેથી બાળકના શરીરને તે લાગવાથી દાઝેલા જેવા ફેલા થાય છે. પણ તે ફેલાથી માબાપોએ અકળાવું નહિ. કેમકે એ એની મેળે જ મટી જાય છે. પણ જો તેને ઉપાય કરે હોય તે, તેના પર અબિલ છાંટવું. કેટલાક બાળકને “રતવા” (વિસર્ષ) થાય છે. તે એક પહાડિયે એટલે પહાડ (કઠણ અને દુઃખતે સજે) ઘાલે છે. બીજે “દાઝિ” એટલે દાઝેલા જેવા ફેલા થાય છે અને ત્રીજો “ચેપિયો એટલે મોતીના દાણા જેવા એક સ્થાનમાં જથાબંધ ફેલા થઈ, તે ફૂટી, જ્યાં જ્યાં તેને ચેપ લાગે ત્યાં ત્યાં ફેલ્લા થાય છે. એ ચેપ માતાપિતાને લાગે તો તેને પણ ફેલા થાય છે. આ રતવાને રોગ ઘણે ભાગે બાળકને જીવ લે છે. કવચિત જ કોઈ બાળક એમાંથી બચી જાય છે. એટલું છતાં ત્રણે જાતના રતવાની ચિકિત્સા નીચે પ્રમાણે કરવાથી વખતે બાળક બચી જાય છે. પ્રથમ બાળકની માતાને ચીકટ તથા ગળપણવાળું ખાવાનું બિલકુલ બંધ કરી દેવું. બાળકને પણ ચીકટ અડકે
For Private and Personal Use Only