________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકની સારવાર અને તેને રોગની ચિકિત્સા ૧૩૮
વાટી, તેમાં પેલું ચૂર્ણ થોડું થોડું મેળવતા જઈ, ખરલમાં વાટતા જવું, એટલે ગુલાબી રંગને ભૂકે થશે, એનું નામ અમારા દવાખાનામાં “ગુલાબી” રાખેલું છે. એ ચૂર્ણમાંથી એક રતીથી એક વાલ સુધી, બાળકની ઉમ્મરના પ્રમાણમાં પાણી સાથે આપવાથી, બાળકના ઝાડા, અતિસાર અને મરડે બંધ થઈ જાય છે. આ ઉપાયમાં આંબાની ગોટલી અને જાંબુના ઠળિયા, તેની મોસમમાં સંગ્રહી રાખવા જોઈએ. પણ ખરી વાત એ છે કે, એ ચૂર્ણ એ મોસમમાંજ તૈયાર કરવું જોઈએ. કારણ કે વાસી થયા પછી એટલે
મારું ગયા પછી, આંબાની ગોટલી કાળી પડી જાય છે અને જાંબુના ઠળિયા સડી જાય છે, એટલા માટે એની મોસમમાંજ એ ચૂર્ણ તૈયાર કરી રાખવું. આ ચૂર્ણમાં હિંગળક ના ખાવાનું કારણ એવું છે કે, જે હિંગળક ન નાખીએ તે થોડા વખતમાં એ આખું ચૂર્ણ સડી તેમાં જાળાં બંધાઈ, જંતુ પડી જાય છે, એટલે ચૂર્ણને ફેંકી દેવું પડે છે. હિંગળક મેળવીએ છીએ, એટલે તે સડીને જીવાડા પડવાના ભયમાંથી મુક્ત થાય છે. હિંગળક આ ચૂર્ણ સાથે મળવાથી બાળકને કોઈ પણ જાતની વિક્રિયા થતી નથી, પણ ઊલટું ઝાડો બંધાઈ, તે સશક્ત બને છે. બાળકને દશ વાસાની અંદર મોઢામાં “શૂલિયું” એટલે એક જાતની ગરમી આવી જાય છે. તેમાં એવું જોવામાં આવ્યું છે કે, જે માતાએ ગર્ભાવસ્થામાં અતિ ખાટું, અતિ તીખું અને અતિ ઊનું ખાધું હોય, તેના બાળકને જીભ ઉપર ગરમી આવી જાય છે, જેને લિથું કહે છે. એને થલિયું કહેવાનું કારણ એવું છે કે, જીભ ઉપર ઘઉંના થલાની માફક ફેલલીઓ થાય છે. એ પ્રમાણે થયું હોય તે રાતાં રેશમી પટોળાના કપડાના કટકાને બાળી તેની રાખ તે બાળકના મૅમાં ભભરાવવી અથવા મધ મેળવીને જીભ પર ચેપડવી; અથવા કૂલિયું નામની વનસ્પતિ, જેના છોડ એક ફૂટ કરતાં ઊંચા થતા નથી, તેનાં પાતરાં
For Private and Personal Use Only