________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસવ અને પ્રસૂતાની સારવાર
૧૧૫
અને પ્રસૂતિ થયા પછી છ માસની ધીરજ રાખી શકતું નથી, એટલી જ દિલગીરીની વાત છે. માટે આયુર્વેદાચાર્યોએ બળવાન, બુદ્ધિમાન અને આરોગ્ય તથા ઐશ્વર્યવાન સંતતિ ઉત્પન્ન કરવા માટે જે દિવસથી ગર્ભ સ્થાપન થાય તે ગ વધી તેને પ્રસવ થયા પછી, બાળક ધાવવાનું બંધ કરી અન્ન ખાતું થાય, ત્યાં સુધી પતિ પત્નીને બ્રહ્મચર્ય પાળવું એ સિદ્ધાંત સ્થાપેલો છે. એ સિદ્ધાંતને તેડીને મોહવશ થઈને, જેટલા પ્રમાણમાં ઊલટે માર્ગે ચાલવામાં આવે, તેટલા પ્રમાણમાં તે અધમી ગણાય અને તે અધર્મને લીધે થયેલા પાપના ફળ તરીકે ઉપર કહેલા ગુણથી ઊલટા ગુણ-કર્મ-સ્વભાવવાળી અને અલ્પાયુષી તથા રેગી સંતતિ ઉત્પન્ન થાય તેમાં કાંઈ પણ આશ્ચર્ય નથી.
હવે પ્રસૂતા સ્ત્રીને ત્રણ દિવસ અથવા પાંચ દિવસ સુધી ચત્તી ને ચત્તી સુવાડવી અને તેને સંભાળપૂર્વક સાચવવી. જે તેમ કરવામાં નહિ આવે ને કાંઈક પરિશ્રમનું કામ કરવામાં આવે, તે તે સ્ત્રીનું ગર્ભસ્થાન (કાયા) નીચેના ભાગમાં ધસી આવે છે, અને જે સ્ત્રી વધારે વાર બેસી રહે, તે ગર્ભસ્થાન પર બોજો પડવાથી ગર્ભસ્થાન પાકે છે, જેને કેડ પાકી છે એમ કહેવામાં આવે છે. જો કે તે પ્રયનથી સારું થાય છે, પણ તેની કમ્મરમાં થયેલ દુખાવે તેની જિંદગીપર્યત રહી જાય છે, તે મટતું નથી. એટલા માટે સ્ત્રીને ચત્તી સુવાડી મૂકવાની ખાસ જરૂર છે. એ પ્રમાણે ત્રણ કે પાંચ વાસા વીત્યા બાદ સ્ત્રીને દરરોજ તેલ ચોળી, ગરમ પાણીથી સ્નાન કરાવવું; અને તેને સ્વચ્છ કપડાં તથા સ્વરછબિછાનું આપવું તેની સાથે હલકે પણ ઘીવાળો ખોરાક આપ; પરંતુ ચાલતા જમાનાના રિવાજ પ્રમાણે દૂધ અથવા ચા તો બિલકુલ આપવાં જ નહિ વર્તમાનકાળમાં સ્ત્રીઓને બાળકના પેટ પૂરતું પણ દૂધ ઊતરતું નથી તેનું ખરેખરું કારણ ગર્ભાવસ્થામાં અથવા પ્રસ્તાવ
For Private and Personal Use Only