________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગણિીના રોગની ચિકિત્સા મધ સાથે આપવું; અને નવમે મહિને તે પ્રસૂતિ થવાનો સંભવ છે એટલે તે મહિનામાં કઈ પણ જાતનું ઓસડ આપવાની જરૂર નથી. આ ગર્ભપાતના પ્રકરણમાં ઓષધિ કહેવામાં આવી છે, પણ તેનું વજન લખવામાં આવ્યું નથી. તેનું કારણ એવું છે કે,
ઘે ગર્ભિણીની સ્થિતિ તથા તેના અશ્મિબળને વિચાર કરી, ભેજના કરવાની છે, એટલા માટે દવાનું વજન અને ઉકાળો તથા દૂધનું વજન, આયુર્વેદના કવાથાધિકારમાં તથા કલેક અને ફાંટના અધિકારમાં જોઈવિચારીને તેની ચેજના કરવી. ગર્ભિણીને ભય, તાડન, આઘાત, વિષમ આસન અને ઉષ્ણુ અન્નપાન, એવાં કારણથી ગર્ભ પડવા લાગે છે, ત્યારે તેમાં શૂળ તથા રજોદર્શન દેખાય છે. ચાર મહિના સુધી ગર્ભપાતળો હોય છે, તેથી તે ગર્ભ પડે તે ગર્ભને સ્રાવ થયે એમ કહેવાય છે; અને તે પછીના મહિનાઓમાં ગભ કઠિન અને આકારવાળે થાય છે અને તે પડે તે તેને ગર્ભપાત થયે એમ કહેવાય છે. ગર્ભસાવ થવા માંડે ત્યારે દાહ, પાસાં અને કમ્મરમાં શૂળ, પ્રદર, પેટનું ચડવું અને મૂત્રબંધ, એ ઉપદ્ર થાય છે; પરંતુ સાતમે, આઠમે કે નવમે મહિને ગર્ભનું ચલન થાય છે, એટલે ગર્ભ ફેર દે છે એમ કહેવાય છે; ત્યારે આમાશય અને પકવાશયમાં પૂર્વક પીડા થાય છે તેમાં પ્રદર હેત નથી; તેથી ગર્ભપાત થવાનો છે, એમ જાણી ગભરાવું નહિ. ગર્ભપાતનાં લક્ષણ જણાય તે વખતે “ઉત્પલાદિગણ” ઘણે ઉપયેગી થઈ પડે છે, તેથી તે પણ લખીએ છીએ. લીલાં કમળ, લાલ કમળ, કહાર, કુમુદિની, ધોળાં કમળ અને મધુક નામનું કમળ; આ ઉત્પલાદિગણ કહેવાય છે. એમાંથી જેટલાં મળે તેટલાં લઈ, વાટીને પાવાથી દાહ, તૃષ્ણા, હૃદયરોગ, રક્તપિત્ત, મૂછ, ઊલટી અને અચિની શાંતિ થાય છે. અથવા લજજા, ધાવડીનાં ફૂલ, લીલાં કમળ, જેઠીમધ, લેધર–એને
આ. ૪
For Private and Personal Use Only