________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માતાપિતાની કુચેષ્ટાથી ગર્ભમાં થતી વિક્રિયા ૭૭ અથવા બે કન્યા ઉત્પન્ન થાય છે. પરંતુ વાયુ પિતાનું સમતોલપણું ગુમાવી, માતાના આહારને પરિપક્વ દશામાં આવતાં પહેલાં, રજ અને વીર્યના વિભાગ કરી નાખે તે તે ગર્ભમાં એક પુત્ર અને એક કન્યારૂપે બે સંતતિ ઉત્પન્ન થાય છે. આગળ વર્ણવી ગયા તેમ ગર્ભસ્થાપન થવાને માટે સેળ રાત્રિ પર્યન્તને કાળ નિશ્ચિત કરવામાં આવ્યું છે, પરંતુ કેટલીક વાર એવું બને છે કે, ઋતુકાળ આવતાં પહેલાં એટલે તુસ્નાત પછી એક માસ પૂર્ણ થવા અગાઉ જ્યારે સ્ત્રીને ખબર પડે છે કે હવે તું પ્રાપ્ત થશે અર્થાત્ પિતાના સ્તનમાં ભાર દેખાય છે, કમ્મરમાં દુઃખાવો થાય છે, પેઢામાં ઝીણાં ઝીણાં શૂળ મારે છે તથા નિદ્વારમાં દુધી ઉત્પન્ન થાય છે એટલે સ્ત્રીઓ સમજી જાય છે કે, હવે એકબે દિવસમાં તુ પ્રાપ્ત થશે. જે અરસામાં ગર્ભસ્થાનમાં રજ આવી ચૂકેલું હોય છે, તે સમયમાં સુરતસમાગમ કરવામાં આવે, તે ઘણેભાગે ગર્ભ રહે. વાને સંભવ છે અને જે રહે છે તેમાં કાં તે સ્ત્રી ગર્ભ રહ્યા માસ ગણતાં ભૂલી છે એમ કહેવામાં આવે છે અથવા ઉપર કહ્યું તેમ, વાયુથી વિભાગ પડી, બે ગર્ભ ધારણ થવાથી ત્રીજે ગર્ભ રહે છે, એટલે અપવાદ તરીકે સ્ત્રી બાળકને જન્મ આપે છે. આ ઠેકાણે કોઈ પ્રશ્ન કરે કે ગર્ભાશયના બે પડદા છે, તે સિવાય ગર્ભાશયમાં બાળકને રહેવાની જગ્યા નથી, તે પછી ત્રીજા અથવા તે કરતાં વધુ બાળકને શી રીતે સમાવેશ થયો? તેના જવાબમાં જણાવવાનું કે, એક સ્થાનમાં એક અથવા એકથી વધારે બાળક રહી શકે છે કારણ કે મનુષ્ય જરાયુજ ખાણનું પ્રાણી છે, એટલે બાળકની આસપાસ જરાયુને એક પડદે બંધાય છે, તે પડદામાં બાળક અને બાળકની આસપાસ, પાંચ તત્વથી મળેલ મસાલો પાણીરૂપે રહે છે, તે પાણી પ્રસૂતિ સમયે પહેલું વહી જાય છે અને તે પડદે જરાયુ) ફાડીને બાળક બહાર આવે છે, જેથી બાળક
For Private and Personal Use Only