________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ નિબંધમાળા જેમ વેદાન્તીઓને માટે જગત મિથ્યા છે, તેમ તેમને માટે મિથ્યા છે!
આ નિબંધમાળા મૂંઝાતા વૈદ્યને માર્ગદર્શક થાય, વિદ્યાર્થીઓને સહાયક થાય, વૈદ્યોને ભોમિયો થાય અને વૈદ્યરાજોને આનંદ તથા ઉત્સાહ આપનારી થાય એટલે જ અમારે ઉદ્દેશ છે.
અમારા દેશમાંથી અસંખ્ય વૈદ્યરાજે પિતાના અનુભવને સાથે લઈ ગયા છે ! અને હજુ કેટલાકે એ સાથે લઈ જવા માટે વૈદ્યકવિદ્યાના પિતાને અનુભવનાં પોટલાં બાંધી રાખેલાં છે; તેઓ અમારા કિંચિત્માત્ર પ્રસ્થાનને જોઈ પોતાના અનુભવને પિતાની સાથે નહિ લઈ જાય, પણ પિતાના અનુભવને વાર પોતાના બંધુઓને આપી જાય એટલો જ આ આયુર્વેદ નિબંધમાળા લખવાને હેતુ, મુદ્દો કે ઉદ્દેશ છે. નિધિમ પુછુ
लेखकनुं निवेदन
भाग १ लो અખિલ વિશ્વના ઉત્પાદક કે જેને સ્વયંભૂ, બ્રહ્મ, પરમેશ્વર, ઈશ્વર વગેરે અનેક નામથી વર્ણવામાં આવ્યા છે; પરંતુ તેને જાણવાને માટે યોગી પુરુષો તથા સિદ્ધ પુરુષોએ પ્રયન આરંભી એટલું સિદ્ધ કર્યું છે કે, જે પરમાત્મા પરાની પાર, અક્ષરાતીત અને અનિર્વચનીય છે, તે પરમાત્માની ગતિ, શક્તિ અને લીલા કહો કે કુદરત કહો, તે સર્વે એકજ વાત છે. કુદરતના નિયમ તપાસતાં કાર્ય કારણરૂપે જે દ્રશ્યમાન જગત જણાય છે, તેમાં કોઈ પણ પ્રાણીની પ્રવૃત્તિ કેઈ પણ જાતના પ્રોજન વિનાની જણાતી નથી. એટલા ઉપરથી સમજી શકાશે કે, પૂર્વાચાર્યોએ મનુષ્યજીવનમાં નિરામય આયુષ્ય ભોગવવાને માટે આયુર્વેદની સંકલના એટલાજ પ્રોજનથી કરેલી છે કે, પ્રાણીમાત્ર યાવત જીવનપર્યત નિરામય જિંદગી ગુજરી, કુદરતના નિયમોને પાળી, સંસારરૂપ સમુદ્રને તરી, ઈશ્વરના
For Private and Personal Use Only