________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
=
=
અહંતપ્રાર્થના શ્રી સિદ્ધગિરિજી સ્તુતિ. વિમલ ગિરિવર વન્દન કરતાં
આજ હરખ અતિ ઉર ઉભરાય, ધન્ય દિવસ ઘડી ધન્ય જીવન મુજ
નિરખી નયના પાવન થાય; પૂર્વ નવ્વાણું વાર પધાર્યા - પ્રથમ જિર્ણોદ એ તીરથ રાય, ત્રણ ભુવનમાં અનુપમ તીરથ
નમીયે તેહને શીષ નમાય.
શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથની સ્તુતિ. ધરણેન્દ્ર સુર પદ્માવતી સેવે સદા સ્નેહે કરી, જે શાતિના સાગર સમા નયને સુધા વરસાવતી; ચિન્તામણિ પ્રભુ પાશ્વ સ્વામી તારજો સંસારથી, સુખ આપજે મુક્તિ તણાં અમને પ્રભુ કરુણા કરી.
પ્રભુ-પ્રાર્થના હે દેવ ! તારક વિશ્વનાયક સૌખ્યદાયક જિનપતિ, વન્દન કરૂં ચરણે તમારા એક સુણજે વિનતિ; નવિ માંગું સુરપણું ચક્રવર્તી રાજ્ય કે સુત વિત્તને; પણ માંગું તુજ પદ પંથ સેવા સર્વદા મળજો મને.
For Private And Personal Use Only