________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨
અર્હતમાર્થના ૧૭. શ્રી કુંથુજિન સ્તુત્તિ. જેની મૂર્તિ અમૃત ઝરતી, ધર્મને બોધ આપે, જાણે મીઠું વચન વદતી શેક સંતાપ કાપે; જહેની સેવા પ્રણયભરથી સર્વ દેવે કરે છે, તે શ્રી કુંથુ_જિન ચરણમાં ચિત્ત મારું ઠરે છે.
૧૮. શ્રી અરજિન સ્તુતિ. જે એના વિષમ ગિરિએ, વજન જેમ ભેદ, ભવ્યાત્માની નિબિડ જડતા, સૂર્યની જેમ છે, જેની પાસે તૃણ સમ ગણે સ્વર્ગને ઇંદ્ર જેવા, એવી સારી અરજિન મને આપજે આપ સેવા.
- ૧૯ શ્રી મણિજિન સ્તુતિ. તાર્યા મિત્રે અતિ રૂપવતી સ્વર્ણની પૂતળીથી એવી વસ્તુ પ્રભુ તુજ નથી બંધ ના થાય જેથી; સચ્ચારિત્રે જન મન હરી બાળથી બ્રહ્મચારી, નિત્યે મદ્વિ-જિનપતિ મને આપ સેવ સારી. ર૦. શ્રી મુનિસુવતજિન સ્તુતિ.
(શાર્દૂલવિક્રીડિત છંદ) અજ્ઞાનાંધકૃતિ વિનાશ કરવા, જે સૂર્ય જેવા કહ્યા, જેણે અષ્ટ પ્રકારના કઠિણ જે, કર્મો બધાં તે દહ્યાંજેની આત્મ સ્વભાવમાં રમણતા, જે મુકિતદાતા સદા, એવા તે મુનિસુવ્રતેશ નમીએ, જેથી ટળે આપદા.
For Private And Personal Use Only