________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
૧૭૫
સમુહરોધના હેતુઓ વડે જ્યારે ઉત્તરોત્તર દુઃખ વિશેષથી અધ્યાસિત ક્ષણની ઉત્પત્તિથી પીડાય છે ત્યારે તે નિર્વેદ પામે છે. નિર્વેદથી ઉત્તરોત્તર ક્ષણ ઉપજાવવાથી પૂર્ણ નિર્વેદ પામેલા, તેથી ઉત્તરોત્તર શ્રવણાદિ ભાવના વગેરે કલેશ રહિત એવી અનેક ક્ષણ પરંપરા ઉપજે છે, તેથી દાન, દમ, સંયમ આદિ
(પાના નં. ૮૫) અનેક પ્રકારના શુભ ધર્માભ્યાસ દ્વારા રાગાદિ બીજને નિર્મલ કરવા સમર્થ એવા માર્ગની ભાવના ઉપજે છે, એનાથી ક્ષણે ક્ષણે અધિક શુદ્ધ ક્ષણ ઉપજે છે, એનાથી ક્ષણે ક્ષણે અધિક શુદ્ધ થતી વિશુદ્ધિ પર્યત સુધીની ક્ષણોત્પત્તિ દ્વારા મુક્તિને અનુભવતાં, તેવા જન મુક્ત કહેવાય છે. એમ એ વિષયમાં પણ કાંઈ દોષનો સંભવ નથી. બાકી આત્માને વ્યવસ્થિત માનતાં તો વેદના થવા છતા આત્માને વિષે વિકારાતરોનો અભાવ થાય, અને પ્રતિપક્ષ અભ્યાસ થતાં પણ કાંઈ અતિશય ઉપજે નહિ. જેથી મુક્તિનો જ અસંભવ થઈ રહે.
આ બધું કહેવું તત્ત્વના અપરિજ્ઞાનનો વિલાસ છે, કેમકે તમારા મનમાં પણ વિશિષ્ટ હેતુ ફલ ભાવની ઉપપત્તિ થતી નથી. જુઓ, વૈશિર્ય એટલે જ શું તે કહો ? શું હેતુફલની એક્તા ? કે તેમની એકકાલતા ? કે કારણધર્મસંક્રાંતિ? કે સાધારણ વસ્તુ સાથે સંબંધમાં હોવું? કે
For Private and Personal Use Only