________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
૧૪૧
તે, વસ્તુ પોતે દ્રવ્યપર્યાય ઉભયરૂપ હોઈ અનુવૃત્તાકાર સંવેદન ગ્રાહ્ય છે, તેથી પ્રત્યક્ષ સિદ્ધ છે. જુઓ-મૃસ્પિડ, શરાવલું, તાસક, ઘટ, કપાલ ઈત્યાદિને વિષે કાંઈપણ ફરક વિના સર્વત્ર મૃત્તિકાની અન્વયની આવૃત્તિ જણાય છે, અને પ્રત્યેક ભેદમાં પર્યાયની વ્યાવૃત્તિ જણાય છે. જેમ કેમૃત્તિકામાં જે આકારનું સંવેદન છે તે આકારનું સંવેદન શરાવાદિમાં નથી. કેમકે આકારનો ભેદ અનુભવાય છે. તેમજ કૃતિકાથી વિજાતીય જે અગ્નિ, પવન આદિ તેનાથી એ સર્વનો જેવો ભેદ છે તેવો શરાવાદિનો પરસ્પર નથી, કેમકે કૃતિકા તેમાં અશ્વિત છે એવો અનુભવ થાય છે. આવા સ્વસંવેદ્યસંવેદનનો અપલાપ કરવો યોગ્ય નથી, કેમકે પ્રતીતિનો વિરોધ થાય છે. નિરાકાર સંવેદન એ અર્થાતર છે એમ પણ ન કહેવાય, કેમકે નિરાકાર સંવેદનથી વિવક્ષિત વસ્તુનું જ્ઞાન નથી થતું. વસ્તુના આકારના અનુભવ વિના અન્ય વસ્તુનું જ્ઞાન નથી, કેમકે અતિપ્રસંગ આવે,
(પાના નં. ૪૪) અને બધા જીવો બધા પદાર્થના જાણકાર બનવાની આપત્તિ આવે. વળી આવું જે સંવેદન તે ભ્રાન્તિરૂપ છે એમ પણ ન કહી શકાય, કેમકે દેશાંતર કાલાંતર નરાંતર અવસ્થાંતર તે સર્વને વિષે સમાન રીતે પ્રવર્તે છે. જુઓ-દેશાંતરે નરાંતરે અવસ્થાંતરે કે કાલાંતરે મૃપિંડાદિનું સંવેદન તેવું ને તેવું જ રહે છે. વળી અર્થથી ઉત્પન્ન થતાં અવિસંવાદિ સંવેદનને મૂકી જાતિ વિકલ્પથી
For Private and Personal Use Only