________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
(પાના નં. ૩૨) ધર્મો વસ્તુથી ભિન્ન હોવા છતા વસ્તુના છે' એમ માનવામાં કોઈ સમ્બન્ધ ઘટતો નથી. સંબંધ તરીકે સમવાયની કલ્પના કરવામાં આવે તો તે પણ બરાબર નથી. કેમકે સમવાયના ધર્મો સમવાયથી ભિન્ન હોવાથી ત્યાં પણ એ જ ન્યાય લાગશે. ત્યારે હવે ધર્મધર્મીનું અનન્યત્વ માનવાનો પક્ષ જોઈએ. એમ હોય તો ધર્મ અને ધર્મીનું એકત્વ થઈ જવું જોઈએ, કેમકે ધર્મી જે એક છે તેનાથી ધર્મ ભિન્ન નથી, એટલે ધર્મીના સ્વરૂપની જેમ ધર્મો પણ તેનાથી અભિન્ન અને એકરૂપ થવા જોઈએ; અને એમ થતાં સત્ અને અસત્નો પણ અભેદ થવાથી તે જેમ સ્વરૂપે સત્ છે તેમ પરરૂપે પણ સત્ થશે. પણ તે બરાબર નથી. સદસટ્રૂપ જે ધર્મ તે નિરાધાર રહી શકતા નથી,
૧૩૧
જો ધર્મ-ધર્મી વચ્ચે અન્યાનન્યત્વ માનો તો એ અનેકાંતવાદનો જ સ્વીકાર હોવાથી એકાંતવાદવાળાને સ્વમતવિરોધ જ પ્રાપ્ત થાય છે; આટલેથી અહીં અટકવું ઉચિત છે.
આમ સદસદ્ ઉભયરૂપ એક વસ્તુ છે એવો વાદ અહીં પૂર્ણ થયો.
For Private and Personal Use Only
(પાના નં. ૩૩) વળી જે એમ કહ્યું કે આથી નિત્યાનિત્યત્વ પણ ખંડિત થયું જાણવું કેમકે દેખીતું જ તે વિરૂદ્ધ છે, તે પણ યોગ્ય નથી, કેમકે પ્રમાણથી વસ્તુ