SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ ૨૦ અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ દૂષણ ઠરાવ્યું તે પણ અયોગ્ય છે; કેમ કે શ્રી અહમ્મતના અજ્ઞાનથી એમ કહેવું થાય છે, અને ઉભયે પક્ષમાં દોષનો સંભવ નથી. કેમ નથી? (પાના નં. ૨૦) જવાબ-યદ્યપિ સની નિવૃત્તિ માત્ર એવું નિરૂપાખ્યા તે અસત્ એમ કહો તથાપિ સ્વરૂપથી સત્ તથા પરરૂપથી અસત્ હોવાથી સદસકૂપતા જ પ્રાપ્ત થઈ. આમ સત્ત્વ છે તે સર્વથા અસત્ત્વનો પરિહાર કરીને વ્યવસ્થિત નથી, અને અસત્ત્વ છે તે સત્ત્વનો પરિહાર કરીને વ્યવસ્થિત નથી. સત્ત્વ અને અસત્ત્વમાં કાંઈ વિશેષ જ નથી એમ પણ નથી, કેમકે એમના નિમિત્ત ભિન્ન છે. જાઓ, સ્વદ્રવ્યાદિ રૂપે સત્ છે, પરદ્રવ્યાદિ રૂપે અસત્ છે એમ કહેલું જ છે એટલે વસ્તુ જે કારણથી સત્ છે તે જ કારણથી અસત્ છે, કેમકે પરનાં દ્રવ્યાદિરૂપે અસત્ હોઈ પોતાનાં દ્રવ્યાદિરૂપે સત્ છે. તથા વસ્તુ જે કારણથી અસતુ છે, એથી જ સત્ છે, કેમકે સ્વદ્રવ્યાદિરૂપે સત્ હોઈ પરદ્રવ્યાદિરૂપે અસત્ છે. તેથી જ સત્ય અને અસતુનો એક સ્થાને વિરોધ પણ થનાર નથી, (પાના નં. ૨૧) કેમકે તેમના નિમિત્ત ભિન્ન છે, તથા ધર્મિભાવ છે. જે વિષે આગળ કહીશું. અનુભવ પણ તેવી જ સાક્ષી આપે છે. જુઓ, વસ્તુમાત્રનો અનુભવ સ્વરૂપથી અવ્યાવૃત્ત અને પરરૂપથી વ્યાવૃત્ત એ પ્રકારે જ થઈ શકે છે. For Private and Personal Use Only
SR No.020041
Book TitleAnekantvad Pravesh
Original Sutra AuthorHaribhadrasuri
AuthorHemchandrasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages220
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy