________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમૃતસાગર,
( તરંગ
અને વય બળનો વિચાર કરી પ્રાતઃકાળે માત્રા આપી તે ઉપર બળબીજના મૂળનો કવાથ પાવે એમ માસ ૩ કરે અને પથ્યમાં રહે તે અશમાત્રની વ્યાધિને મૂળમાંથી નાશ કરે છે. વૃદ્ધ પુરુષ પણ આના સેવનથી યુવાન થાય છે. તથા બળ, વર્ણ, પરાક્રમ, પુછતા અને આયુબળ વિશેષ પ્રાપ્ત થાય છે. તથા મંદાગ્નિ, ઉધરસ, શ્વાસ, પાંડુ, વાતરકત, મૂત્રકૃચ્છ, અંડવૃદ્ધિ-આદિ સર્વ રોગ તથા અસાધ્ય રોગો વગેરેનો પણ નાશ થાય છે. આના ઉપર કેળું, તેલ, અડદ, રાઈ, દારૂ, ખટાસ અને ગરમ વસ્તુ તથા અહિતકારી વસ્તુ ખાવી નહીં તે મહા ગુણ કરે છે. આ કાંતિસાર-લેહસાર કિંવા શકરેલહન વિધિ મોટા આત્રેય તથા ભાવપ્રકાશ મધ્યખંડન ભાગ બીજામાં કહેલ છે. અથવા-હરડેની છાલ ટાંક ૨, અને જુનો ગોળ ટાંક ૫ એ બન્નેનું પાણી સાથે નિરંતર સેવન કરી તે ઉપર ગાયની છાશ પીએ તે મસા માત્રને નાશ કરે છે. અથવા ઉધા કુલી, બળબીજ, દારુહળદર. પીલવણી, ગેખર, વડવાઈ તથા ઉમરાના અંકુરા, પીપળાનાં કુણાં પાદડાં એ સઘળી ઔષધીઓ ૮-૮ તલા ભાર લઈ ખાંડી કવાથ કરી ગાળી લેવો, પછી ડેડીનું મૂળ, કડું, પીપર, પીપરીમૂળ, મરી, દેવદાર, ઇંદ્રજવ, શીમળાનાં ફુલ,સુખડ, બ્રાહ્મી, રસવતી, કાયફળ, ચિત્રામૂળ, મેઘ, ઘઉંલા, અતિવિષ, સાલપોપટી, કમળકાકડીની મીજ વા, કમળનું કેસર, મજીઠ, સૅરિંગણી, સુંઠ, મોચરસ અને કાળીપાડ એ સઘળાં ઔષધે ૧-૧ તોલો લઈ એને ઝીણાં વાટી તેમાં પાણી ૨૫ તોલા નાખી કવાથ કરવો. ચતુથાશ રહે ત્યારે તેને પળુ ગાળી લઇ તે બન્ને રસ એકઠા કરી તેમાં સુનિષ્ણક અને ચાંગેરી (ખાટાં ચાર પાંદડાં વાળી લુણી)ને સ્વરસ, ગાયનું ધી ૬૪ તોલા નાખી પુનઃ અગ્નિ ઉપર ચઢાવી ઉકળા.
જ્યારે સર્વ રસ બળી થી માત્ર આવી રહે ત્યારે ઉતારી લઈ ગાળી તેમાંથી ગ્ય માત્રાએ નિરંતર સેવન કરે અને પર્યમાં રહે તો અરશ, સર્વ અતિસાર, આમરોગ, આમળને રોગ, સેજે, શળ, ગુદાનાં દરદ, મંદામિ અને વાયુ રેગોને નાશ કરે છે. અથવા શુદ્ધ પારે, શુદ્ધ ગંધક લઈ કાજળ કરી એ બન્નેથી બમણે વીજાપોળ મેળવી ધીમાં વાટી -
સ્મ કરી કાજળમાં મેળવે, પછી લોઢાના વાસણમાં પીગાળી શુંટી તેની ટીકડીઓ વાળવી પછી તે ટીકડીઓને લોખંડના પત્રો ઉપર રાખી અમિઠારા પાતળી કરવી અને તદનંતર કેળના પાનડા ઉપર ઢાળી દઈ તેની પાપડી–પતરીઓ બનાવવી. નિરંતર ૪ વાલ ભાર ૧૫ દિવસ સુધી સેવન કરે તો સન્નિપાતના અરશ પણ મટે છે તો અન્યનું શું કહેવું? વૈિદ્યવિનોદ. આનું નામ પર્પટી રસ કહે છે. અથવા ચૂનો, સાજીખાર, ખડીઓખાર, અને મોરથુથું એઓ સમાન લઈ લિંબુના રસમાં ૩ દિવસ ભીંજવી શુંટી મસા ઉપર લગાડે તે નિએ મસા દૂર થાય છે. અથવા સીસાની ગોળી ગાયના ઘી સંગાથે ધસી અરશ ઉપર ૧૦ દિવસ લગાછે તે નાશ પામે. અથવા વિષ્ણુક્રાંતા-(ગરણું અથવા તલક) ટાંક ૨, મરી ટાંક ૨,
૧-લેહસારનો પાઠ રોક બદ્ધ ન હૈોવાથી શંકારહિત ખુલાશા થઈ શકે નથી. તેમ ભાવપ્રકાશનો પાઠ જતાં કેવળ પાઠાંતર છે, તેથી આ હિસાર માટે મારે તે અભિપ્રાય એજ છે કે તેને ઉપયોગમાં જ લેવો નહીં એ વધારે સારું છે; કેમકે જે વિષયનું નિઃશંસય સ્પષ્ટિકરણ થતું નથી તો તે તેમાં ફેરફાર રહેવાથી લાભના બદલે અલાભ થાય છે; માટે જ આ પ્રયોગ સિવાય અન્ય પ્રાગ અતિ ઉત્તમ છે તેઓને ઉપયોગમાં લેવા એજ લાભદાતા છે એમ માનું છું.
ભા, કર્ત.
For Private And Personal Use Only