SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બી.) જવર પ્રકરણ - - - - - - લઈ તેઓને કવાથ કરી પીપર મધ સહિત પીએ તે જીર્ણજવર અને વિષમજવર નાશ થાય છે. વિદ્યવિદ. અથવા પીપળાની લાખ ૬૪ તેલા તથા તેલ ૬૪ તલા અને તેલથી ચોગણું ગાયના દહીનું ઘોળવું નાખવું તથા આસગધ, વરીઆળી, હળદર, દેવદાર, મેદીનાં બીજ (વા નગોડ), કફ, હાની પીલુડી, ઉપલેટ, જેઠીમધ, મથ, સુખડ અને રસ્તા એટલાં એક એક તોલા ભાર લઈ કટક કરી તેમાં નાખી ધીમા તાપે તેલને પકાવી ગાળી લેવું આ તેલને માલેસ કરે તે સઘળી જાતના વિષમજવર, ચળ, શળ, શરીરની ખરાબ વાસના, અંગનું ફાટવું વાત ફેલ્લાઓ વગેરે નાશ થાય છે. આ લક્ષાદિ તેલ કહેવાય છે–જેમ તરંગીણિ. અથવા લીંડીપીપર પહેલે દહાડે ૩ તથા ૭ કે ૧૦ થી ખાવી શરૂ કરી નિરંતર એક એક વધતાં ૨૧ દિવસ લગી ખાવી અને પછી પાછી એક એક ઘટાડી જેટલી પહેલે દહાડે ખાધી હોય તેટલા સુધી આવવું તેને 'વર્ધમાન પીપર પ્રયોગ કહે છે. આ વર્ધમાન પીપરના સેવનથી જીર્ણજવર, પાંડુ, વાતરક્ત, ખાંસી, દમ, અરૂચિ, પેટના રોગ, હર્ષ, લેમ્બ, અને ઉરગ્રહ વાયુ મટે છે. યોગચિંતામણિ. અથવા બકરીના દુધના ફીણને હાથે પગે લેપ કરવાથી જીર્ણજવર મટે છે. પ્રસ્તાવિક, અથવા લિંબડાનાં પાન ૧૦ ભાગ, ત્રિફળા ૩ ભાગ, ત્રિકટુ ૩ બાગ, અજમો ૫ ભાગ, ત્રિલવણ ૩ ભાગ, અને જવખાર ૨ ભાગ લઈ તેઓનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી પ્રભાતે પાણી સાથે સેવન કરે તે વિષમજવર અને જીર્ણજ્વર નાશ થાય છે. આને નિંબાદિ ચૂર્ણ કહે છે. વૈદ્યરહસ્ય. અથવા ત્રિફળાં, હળદર, દારુહળદર, રીગણી, મહેટી રીંગણ, કશે, ત્રિકટુ, પીપરીમૂળ, ન્હાનીપીલુડી, ગળો, ધમાસે, કડુ, ખડસલિયે, મેથ, ત્રયમાણ, વાળ, લિંબડે, પુષ્કરમૂળ, જેઠીમધ, કડાછાલ, અજમે, ઇંદ્રજવ, ભારંગી, સરગવાનાં બીજ, સેરડી માટી (ફટકડી), વજ, તજ, પદ્મક, કાળા વાળ, સુખડ, અતિવિષ, કશાકી, હા સમે, ગધી સમેરો, વાવડીંગ, તગર, ચિત્ર, દેવદાર, ચબૂક, તમાલપત્ર, કડવાં પરવળ, જીવક, ઋષભક, લવિંગ, વંશલોચન, ધળું કમળ, કાકાળીનાં પાન, જાવંત્રી અને તાલીસપત્ર એટલાં એવધ સ ખાં લઈ ચૂર્ણ કરી તેના અરધા ભાગે કરીયાતાનું ચૂર્ણ તેમાં મેળવી છે. માત્રાએ તેનું સેવન કરે તે સમસ્ત પ્રકારને તાવ, દાહ, પ્રમેહ, ઘન, ભ્રમ, તરસ, ઉધરસ, શ્વાસ, પાંડુ ૧ પ્રથમ પાંચ પીંપરથી વધતાં સો સુધી વધી પછી તે જ પ્રમાણે ધરતાં પાંચ સુધી આવવું, પણ નિત્ય તે પીપરનું દુધ સાથે સેવન કરે તો વાતરકા, દમ, પાંડુ, મસા, ગોળ, સેજે અને પેટના રોગ મટે છે. વૈદ્યરત્ન, પ્રથમથી ૫-૭–કે ૧૦ પીપરોને દુધમાં ઉકાળી તેમાંજ છુંટી પીને પછી દુધ ભાત જમે અર્થાત નિરંતર ૨૧ દિવસ લગી એક એક પીપર વધારતાં પછી એક એક ઘટાડી સેવન કરતા રહેવું. વૈધ રહસ્ય. પાંચ અથવા દશથી પ્રથમ પીપરો શરૂ કરી અકેક વધતાં ૧૦ દિન દુધમાં ઘુંટી પીવી અને ક્રમવાર, ઘટાડી દેવી. પણ, તે ઉપર દુધ ભાત ખાવાં. સુશ્રુત, - દશ પીપરને કકરી વધતાં ૧૦ દિવસ દુધમાં ઉકાળી પીવી અને પાછી ક્રમવાર ઘટાડવી, એમ ૧૦૦૦ પીપર ખાય તે સર્વ રોગ મટાડી આયુને વધારે છે. બળવાળાએ દુધમાં ઘુંટીને અને સાધારણ બળવાળાએ દુધમાં ઉકાળીને પીવી, પણ ઓછા બળવાળાએ તેના ચૂર્ણને ફાકીને ઉપર દુધ પીવું તે ગુણ થાય છે. પીપરનું ચૂર્ણ સમાન મધમાં સેવે તે ખાંસી, અજીર્ણ, અરૂચિ, દમ, છાતિના રોગ, પાંડુ, અને કમિરોગનો નાશ કરે છે. વાય. For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy