________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાની હકીમને હુકમ આપ્યો કે, સર્પદંશમાટે અથવા બીજા પણ દુઃસાધ્ય રોગો માટે પણ એ ઘિાને પુછી કામ કરવાં. અહા, જે ડૉકટરો અત્યારે ફેકટરી ચિકિત્સામાં શૈવ સમાન મનાય છે, તેઓ પણ સર્પ દંશના ઝેર નિવારણ માટે જોઈએ તેવા ફતેહમંદ નિવડયા નથી, તે સર્ષ દેશના ઝેર નિવારણ માટે આપણું પૂર્વજો સારી પેઠે માહેતી ધરાવતા, એ શું એાછા આનદની વાર્તા છે?
વળી ચરક સુશ્રુત વગેરે મહાન ને યુરોપખંડ નિવાસી વિદ્વાનો પણ બહુ ભાન આપે છે, અને તેની સ્તુત્ય ચિકિત્સાઓ માન સાથે ઉપયોગમાં પણ લે છે. તેમજ આ
ની તિવિંધા, રેખાગણિત, અંકગણિત, બીજગણિત, ત્રિકોણમિતિ, વૈયાકરણ, ગાનવિધા, ધર્મ-વેદાન્તવિધા, પદાર્થવિજ્ઞાન, ગવિધા, યુદ્ધકળા અને વાસ્તુવિદ્યાદિ સમસ્ત વિધાઓ માટે તત્ત્વવેત્તા ગુણગ્રાહી અંગ્રેજ વિદ્વાને બહુ ઉંચે મત ધરાવે છે, એ અતિવર્ષપ્રદ પ્રકાર છે. ચરકને અરબી અને લાટીન ભાષામાં તરજુમે પણ પૂર્વ કાળમાં થયેલ છે યૂનાની ચિકિત્સામાં ઘણોખરો ભાગ આપણા આયુર્વેદને ગ્રહણ કરવામાં આવેલો છે એ વિછે “ હિઝટી ઓફ ઇન્ડિયન લિટરેચરને લખનાર ફેસર વૈવર લખે છે કે“સુશ્રુતે પોતાને ગ્રંથ રચવામાં યૂનાનીઓની ચિકિત્સા સંબંધી કોઇ વિષયને કોઈ પ્રકારથી આલંબન કરેલ છે એમ એકપણ પ્રમાણ નથી, પરંતુ યુનાનીઓએં સુકૃતના મતને ગ્રહણ કરેલ છે, એવાં ઘણું પ્રમાણે હાથ લાગે છે.”
પ્રિય પાઠકગણે ! આમ લખવાનું પ્રયોજન એ છે કે, એ આપણું વૈદ્યકશાસ્ત્રની પૂર્વ કેવી ઉન્નતી હતી, કે જેને અન્ય વિદેશી જને હાથ કરવા કાળ ધનની પુષ્કળ આહુતી આપતા હતા, તેજ વૈધશાસ્ત્રની સ્થિતિ યુનાનીઓનો જેરભેર દોર ચાલવાથી છિન્ન ભિન્ન થઈ ગઈ અને ત્યારપછી હાલ તે તેથી પણ વિશેષ શોચનીય દશા થઇ પડેલ છે, થઈ પડેલ છે તેનું મુખ્ય કારણ તો એ છે કે, હાલના રાજામહારાજાઓ વૈધશાસ્ત્રના જાણનાર વૈદ્યનો અનાદર કરવાથી વૈધશાસ્ત્ર ભણવામાં કંટાળો ઉપજે, તેમજ જેઓની પાસે પ્રાચીન વૈદ્યક ગ્ર હતા, તેઓએ પોતાના જીવતાં લગી તે ગ્રંથને પ્રકાશમાં લાવવા અને બીજાને તે ગ્રંથ દેખાડવા પણ ઈચ્છા ન કરી અને છેવટે તેવા ગ્રંથે પાણીમાં ગળી ગયા, ઉધેઈ ખાઈ ગઈ, કે ગાંધીની દુકાને પડીકાં બાંધવાના ખપમાં લાગી ગયા. આ પ્રકાર થવાથી સારા સારા ગ્રંથને અભાવ થઈ ગયે, કે તેઓનાં નામ સિવાય કશું પણ જાણવામાં આવતું નથી, તેથી એ ઉત્તમ વિદ્યાના ઉત્તમ વિભાગને લેપ થયે; ખરે જ એ આની પડતીનાં ચિક્લે નહીં, તે બીજું શું ગણાય?
વર્તમાન સમયમાં ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, હારીત સંહિતા. વા ભટ (અષ્ટાંગહૃદય), માધવનિદાન, ભાવપ્રકાશ, શાશધરચક્રદત, અને રસના તથા યોગના કેટલાક થો વિધમાન છે, તદપિ તેઓ સંસ્કૃત ભાષામાં હોવાથી તેનું રહસ્ય સાધારણ મનુધ્યથી સમજાઈ શકાય તેમ નથી, તેમ વળી તે જે મોટા હોવાને લીધે આઘાપાન્ત લગી ભણવા અરે! વાચી ધ્યાનમાં લેવા પણ કઠિન થઈ પડે છે, અથવા એટલા ગ્રન્થ ખરીદી લેવા કે હાથ લાગવા પણ મુશ્કેલ થઈ પડે તેમ છે, જ્યારે આમ છે ત્યારે વધશાસ્ત્રનું પૂર્ણ જ્ઞાન કેવા પ્રકારે સંપાદન થઈ શકે, અને જ્યારે વૈદ્યકશાસ્ત્રનું જ્ઞાન યોગ્ય પ્રકારે–પૂર્ણ પ્રાપ્ત ન થાય ત્યારે વૈધ સિવાય અમૂલ્ય દેહને લાંબા વખત લગી પણ શી રીતે ટકાવી રાખવા? જે ઉત્તમ વૈષે વિધમાન હોય તે દરવર્ષે હજારો મનુષ્યો રોગના ભોગ થઈ પડે છે, અને
For Private And Personal Use Only