SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩પ૬). અમૃતસાગર (તરંગ ગીધની વિકા, ઘુડની વિષા, વાળ, હાથીને નખ, ઘી અને બળદના વાળ એઓની ધુવાડી દેવી. અથવા જવાસે, શિમળા, કડવી ટીંડેરી, અને કરંજ-કરકચ એઓને ધારણ કરવાં. અથવા તે બાળકને ચાર રસ્તાઓની વચ્ચે નવરાવી-રામર સંશોર & થત રણ વિરાટ શિર શિવાયરિંતુ શુમાનના આ મંત્ર બોલવો. શકુનિ બાળગ્રહના નિવારણ માટે નેતર, આંબો અને કઠ એનો કવાથ કરી બાળકને નવરાવે અને વાળ, જેઠીમધ, કાળા વાળ, ઉપલસરી, કમળ, પદ્મકાષ્ટ, લોદર, ઘઉંલા, મજીઠ અને સોનાગેરૂ એઓને લેપ કરે. અથવા કંદા પસ્મારના નિવારણ માટે જે ધૂપ અને ઉપાયો કહ્યા છે તે પણ કરવા. અથવા શતાવરી, ઇંદ્રવરણું, નાગદમણી, ભરીગણી, ઘોળી રીંગણી, કાંસકી અને ઉભી રીંગણ એનાં મૂળ ધારણ કરવો. અથવા તલ, ચેખા, ફુલ, હરતાલ અને મણશીલ એઓનું કરકરાના ઝાડ નીચે બલિદાન મૂકવું અને બલિદાનના પાસે બાળકને વિધિયુક્ત નવરાવવો, જેથી શકુની બાળગ્રહનો વળગાડ મટે છે. રેવતી બાળગ્રહને વળગાડ મટાડવા-આસગંધ, મરડોશીંગ, ઉપલસરી, સાટોડી, ગુલાબ, અને ભોંયકોળુ એઓનો કવાથ કરી બાળકને નવરાવ. અથવા ઉપલેટ, રાળ, ગુગળ, પીળે વાળે, અને હળદરેકદ'બ એના કચ્છથી પકાવેલા તૈલને માલેશ કરે. અથવા ગાના વાડામાં સુગંધી ધોળાકુલ, ચેખાની ધાણી, દુધ, રાતા ચોખાનો ભાત અને દહી એઓનું બલિદાન દેવું. જેથી રેવતી ગ્રહ દૂર થાય. પૂતના બાળગ્રહની પીડાથી બાળકને મુક્ત કરવા-બ્રાહ્મી, અરલૂ, વર, લીંબડ અને ગરણ એને કવાથ કરી બાળકના શરીરને ધેવું. અથવા તાજુ કેળું, ધોળી ધો, હરતાલ, મણશીલ, ઉપલેટ અને રાળ એઓના કલ્કથી પકાવેલું તેલ શરીરે ચળવું. અંધપતના બાળગ્રહનો વળગાડ મટાવા-લીંબડે, કડવાં પરવળ, રીંગણી, ગળો અને અરડૂ એ પચતિકત ગણના કવાથથી તે બાળકને નવરાવવો. અથવા પીપર, પીપરીમૂળ, ભેરીંગણી, ઉભી રીંગણી, ચિત્રો જેઠીમધ અને સમે એઓના કલ્કથી તૈલ પકાવી બાળકને પાવું અને ચંદન, કેસર, અગર, કપૂર અને કરતૂરી એઓનું શરીર લેપન કરવું તથા આંખે ઉપર ચંદન અને કપૂરનું લેપન કરવું. અથવા કુકડાની હાર, વાળ, સાપની કાંચળી અને જુનું લુઘડું એઓની વારંવાર ધુવાડી દેવી, જેથી અંધપૂતના બાળગ્રહને વળગાડ મટે છે. શીતપૂતના બાળગ્રહને વળગાડ મટાડવા-ગાયનું, તથા ઘેટાનું મૂત્ર, મોથ, દેવદાર, ઉપલેટ, કેસર, અગર, કસ્તૂરી, કપૂર અને ચંદન એઓથી પકાવેલા તૈલનું બાળકના શરીરે મર્દન કરવું. અથવા કડુ, લીંબડે, ખેર, ખાખરા અને કડાછાલ એએનો કવાથ કરી તેમાં દુધ મેળવી તેથી ધી પકાવી તે ધી બાળકને પાવું. અથવા ગીધની ઘાર, ઘુવડની હાર, તલવણી, સાપની કાંચળી, અને લીંબડાનાં પાંદડાં એઓની ઘણું દેવી. અથવા ચણોઠી, કાંસકી અને ધળી ચણોઠી એઓની માળા ધારણ કરવી. અથવા નદીના કિનારા ઉપર ભગ ભાત શીતપૂતના ને સમર્પણ કરવા. જેથી શતપૂતનાને દોષ મટી જાય છે. મુખમુંડીકા બાળગ્રહને વળગાડ મટાડવા-કોઠ, બીલી, અરણી, અરડૂસે, ધોળો એરડે અને કાકી એઓને કવાથ કરી બાળકને નવરાવે. અથવા જળભાંગરાના સ્વર સમાં આસદના કકથી તેલને ચરબીની સાથે પકાવી તેના બાળકના શરીરે ભાવેશ કરે. For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy