________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ર૬)
અમૃતસાગર
( તરંગ
તાળવાના રોગોનાં નામ તથા સંખ્યા. ગળસુંડી, તું કેરી, અભ્ર, કચ્છ, તાબૂદ, માંસસંઘાત, તાલુપુષ્પટ, તાલુશેષ, અને તાલુપાક, એ રીતે તાળવાના નવ રોગ છે.
ગલકુંડીનું લક્ષણ- કફ અને લોહી એ બન્નેના કાપવાથી તાળવાના મૂળમાંથી વધે, લાંબો, વાયુથી પૂરાએલા ચામડાના દડા જેવો અને તરશને, ઉધરસને તથા શ્વાસને ઉત્પન્ન કરનાર જે જે થાય છે તેને ગલકુંડી કહે છે.
Cડકેરીનું લક્ષણ–તાળવામાં કફ અને લેહીના કેપવાથી જાડે, કાયા જેવી પીડાવાળે, બળતરા અને પાકવાળો જે સોજો થાય છે તેને તું કેરી કહે છે.
અભ્રષનું લક્ષણ—લેહીના કેપવાથી તાળવામાં અક્કડ, તો, તાવ અને આકરી પીડા સહિત જે સેજે થાય છે તેને અભૂથ કહે છે.
કરછપનું લક્ષણ-કફના પિવાથી તાળવામાં કાચબાની પેઠે વચમાં ઉંચે તથા છેડાઓમાં નીચે અને ડી પીડાવાળો જે સેજે તુરતજ ઉત્પન્ન થાય છે તેને કચ્છપ કહે છે.
તાવભેદનું લક્ષણ–તાળવાના વચમાં લોહીના કોપવાથી કમળના કેસરા સમાન લાંબા માંસના અંકુરથી પડખાંઓમાં વિંટાયલે અને પિત્તનાં સર્વ લક્ષણોવાળો જે સે હોય તેને તાવબંદ કહે છે.
માંસપાતનું લક્ષણ–કફના કોપવાથી તાળવામાં પીડા વગરનું ખરાબ થએલું માંસ એકઠું થાય છે તેને માંસઘાત કહે છે.
તાલુપુપુટનું લક્ષણ –કફના કેપવાથી તાળવામાં વેદના વગરને સ્થિર છે અને મેદવાળા જે બેર જે ગાંઠે ઉત્પન્ન થાય છે તેને તાલુપુપુટ કહે છે.
તાલુષનું લક્ષણ–વાયુના કોપવાથી તાળવામાં બહુજ શેષ પડે અથવા તાળવું ફાટયા કરે અને શ્વાસ પણ થઈ આવે તેને તાલુશષ કહે છે.
તાલુપાકનું લક્ષણ–પિત્તના કાપવાથી તાળવું ઘણું જ ભયંકર રીતે પાકી જાય તેને તાલુપાક કહે છે. (આ રોગથી તાળવામાં કાણું પડે છે.)
તાળવાના રોગના ઉપાય. ઉપલેટ, મરી, વજ, સિંધવ, પીપર, કાળીપાડ અને કેવડીમોથ એઓના ચૂર્ણને મધમાં કાલવીને તેને (તાળવામાં) ઘસવામાં આવે તે ગળસુંડી મટે છે. અથવા ગળચુડી જીભની ઉપર રહેલી હોય તો શસ્ત્રક્રિયા જાણનાર ચતુર વૈષે તેને છેદી કહાડવી. ત્યારપછી પીપર, અતિવિષ, ઉપલેટ, મરી, વજ, અને સુંઠ એઓના ચૂર્ણને મધમાં કાલવી તેમાં સૈધવ નાખી તેથી પ્રતિસારણ કરે તો ગળસુંડી મટે છે. અથવા વજ, અતિવિષ, રાસ્ના, કાળીપાડ, કડ અને લીંબડે એઓને કવાથ કરી કવલ કે કોગળા કરાવે તે તાળવાના સમસ્ત રોગ મટી જાય છે. (શસ્ત્રક્રિયા માટે સુશ્રુત જુવે.)
ગળાના રોગનાં નામે તથા સંખ્યા. પાંચ પ્રકારની રોહિણી, કંઠશાલૂક, અધિઓહ, વળય, બલાસ, એકવંદક, વંદ, શતની, ગિલા, કવિધિ, ગલધ, સ્વરક્ત, માંસતાન અને વિદારી એ રીતે ગળાના અઢાર રોગો છે.
For Private And Personal Use Only