________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨૪)
'અમૃતસાગર
તરંગ
હન ન કરી શકે તેને દંતહર્ષ કહે છે. આ રોગ વાયુ અને પિત્ત કોપથી થાય છે.
દાંતમાં રહેલો મેલ અને પવને સુકાવેલ કફ રેતી જે ખરસડ સ્પર્શવાળ થઈ જાય તેને દંતશર્કરા કહે છે.
મેલ સહિત દાંતના અવય માટીના ઠીકરાની પેઠે ફાટવા લાગે અને દંતશર્કરા પણ થઇ આવે તેને કપાલિકા કહે છે. આ રોગ દાંતનું નિકંદન કરી દે છે.
લોહી સહિત પિત્તથી બળેલા જેવો દાંત બરોબર રીતે કાળે કે ન થઈ જાય તેને શ્યાવદંતક કહે છે.
દાંતોમાં રહેલો વાયુ ધીરે ધીરે દતિને બીહામણા અને અતિ ખરાબ કરી નાખે છે. તેને કરાલ કહે છે.
ગ્રંથાંતરથી હનુમેક્ષ નામનાદંતરેગનું લક્ષણ.
જેની દાઢમાં વાયુ કોપવંત થઈ દાંતને પકડે અથવા દાઢિમાં વેદના કરે તેને હનુમક્ષ નામનો દાંતને રોગ કહે છે.”
દાંતના રોગના ઉપાય. લાખ રસ ૬૪ તેલા, દુધ ૬૪ તેલા, અને લોદર, કાયફળ, મજીઠ, કમળના કેસરા, પદ્મક, ચંદન, રાતું કમળ, તથા જેઠીમધ એઓનો ગણે કવાથ કરી એજ લોદર વગેરે પ્રત્યેક પદાર્થો ચાર ચાર તેલા ભાર લઈ તેઓનો કલ્ક કરી ઉક્ત કવાથમાં નાખી તેઓમાં ૬૪ તલા ભાર તેલનું તેલ નાખી તેલ પકાવવાના વિધિ પ્રમાણે તેલ પકાવી તે તૈલ ઓંમાં રાખે અર્થત મહેમાં તેને કોગળો ભરી રાખે તે દાલન, દાંતોનું હાલવું, દાંતનું પડવું, પાલિકા, શીતાદ, પૂતિવત્ર, મહીંની દુર્ગધતા, અરૂચિ અને મહેનું વિરપણું એટલે રગેના નાશ કરે છે. દાંતને મજબૂત કરે છે અને દાંતના રોગ ઉપર સારો ફાયદો આપે છે–આ લાક્ષાદિતૈલ કહેવાય છે. અથવા વાયુનાશક તેલના કોગળા કરે તે દાંતોના તમામ રોગો મટી જાય છે. અથવા હીંગને જરા ઊની કરી (જ્યાં દુખ થતું હોય ત્યાં) દાંતના વચમાં બાવે તે દંતક્રમિને નાશ થાય છે. અથવા ગળીના મૂળને અથવા કોકજંઘાના મૂળને કે રાતી અઘેડીના મૂળને અથવા કડવી તુંબડીના મૂળને વાટી ચૂર્ણ કરી દાંતમાં રાખે છે તેથી દાંતના સળામાં થએલી છવાત મરી જાય છે. અથવા “સાંભરનું મીઠું, નરકચૂરે, સુંઠ અને અકલકરે એઓનું સૂક્ષ્મ ચૂર્ણ કરી દાંત ઉપર ઘસે તો દાંતને અંબવા મટે છે. અથવા પાંચ જાતનાં લૂણ, મેરથુથું, ત્રિકટુ, પીપરીમૂળ, હીરાકસી, માયાં અને વાવડીંગ એઓનું ઝીણું ચૂર્ણ કરી દાંતે ઘસે તે દાંતના સર્વ રોગ મટે છે. અથવા હીરાકસી, માયાં, લોખંડનો ભૂકે, સોવનમાખી, મજીઠ, ફુલાવેલી ફટકડી અને ત્રિફળા એ સર્વ સરખાં લઈ ખરલ કરવાં. જ્યારે મસી જેવાં શ્યામ થાય ત્યારે તે લગાડવાના ઉપયોગમાં (૧ ભાસા ભાર) લે તો ૭ દિવસમાં દાંત કાળા થાય છે અને મજબૂત પણ થાય છે.” અથવા ફુલાવેલી ફટકડી, ફુલાવેલું મોરથુથું, ખરસાર, તેજબળ, કાચી લાખ, વંશલોચન, મરી, આંબળાં, મજીઠ, રૂમીમસ્તકી, બલસરીની છાલ, સિંધાલૂણ, માયાં અને દક્ષણી સોપારી એ સર્વ વસ્તુઓનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી નગોડના રસની ભાવનાઓ દઈ તડકે સુકવી શુંટી પછી દાંતે ઘસે તો દંતના સર્વ રોગ મટે છે. વિદ્યારહસ્ય. અથવા “ઉપલેટ, ત્રિકટુ, શુદ્ધ કરેલે ખેરાસાની અજમો, હરડેની છાલ અને કાથે એઓનું ચૂર્ણ કરી દાંતે ઘસે છે -
For Private And Personal Use Only