________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तत्-सत् श्री सरयूतीरविहारिणेनमः અથ શ્રી અમૃતસાગર ગ્રન્થ પ્રારમ્ભ.
ટીકાકારોક્ત મંગળાચરણ.
છપય છે. જય સુખકંદ મુકુન્દ, ભક્ત ભવદ નિવારક, રવિકુળ કરવચંદ, ઇંદ દુ:ખવૃંદ વિદારક; દશકત્પર મદ દમન, શમન સંતાપ પાપગણ, હર ઉર માનસ હંસ, વંશ રહુ પ્રભુતપાલ પણ વર મંજુ મુકુટ કટી પીત પટ, શ્યામવરણ અશરણશરણ, જય વિહરણ મંગળકરણ, યે જય જય ધરણીધરણ. ૧
દોહર, અનુજ જાનકી યુક્ત છબિ, વદિ લટું વરદાન; સુગમ સાથે મંજીલ ગિર, દયો મુજ કૃપા નિધાન.
ગ્રન્થ પ્રશંસા.
સેરઠો, . અમૃત સાગર શ્રેષ્ઠ, પઠું નામ શા થકી સરસ કવણ હેતુ ઉદ્દેશ, ગ્રન્થ મધ્ય ઝળકી રહ્યા.?
મનહર છંદ જાનવી પ્રવાહ તુલ્ય અર્થને પ્રવાહ દીસે, ગમ્બિર તરંગ તુલ્ય કેવળ નિદાન છે, સ્નાન કરવાથી જેમ પાતિક પ્રલય થાય, તેમ ચારૂ ચિકિત્સાએ સુરાલ સમાન છે; મચ્છ કછ નક્ર ચક્ર મીન આદિ જીવજંત રૂ૫ વિધ વિધ જેમાં શારિક જ્ઞાન છે. દાખે ટીકાકાર સાર ગંગાના પ્રવાહ તુલ્ય, પાવન કરણું શ્રેય દાયકા પ્રમાણ છે. યોગી તપી તાપસીનું જીવન સુદ્રઢ ચિત્ત, જ્ઞાન તણું જીવન વિવેક ઉર આણિયે. કર્મકાંડ માર્ગના ઉપાસકેનું જીવન તે, કલ્પવૃક્ષ કામના સંતોષ પરમાણિયે. તેમ આ અમૃત તણી ધારાના સમૂહરૂપ, અમૃતસાગર દેહ હવન વખાણિયે, દાએ ટીકાકાર પૂર્ણચંદ્ર સુધારૂપ દીસે, નિહાળતાં આનંદ સમૂહ ઉર આણિયે.
૪
For Private And Personal Use Only