________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૨ )
અમૃતસાગર
(તરંગ
તેમાં શલ્ય ખટકવાથી પરૂ વહે છે. ફીણ સહિત જાડી છાશ જેવું ઉનું તથા લોહીવાળું પ વહ્યા કરે છે અને રાત દિવસ જેમાં પીડા રહે છે તેને શલ્ય સંબંધી નાડીત્રણ કહે છે.
નાડીત્રણનું સાધ્યા સાધ્ય તથા કષ્ટસાધ્યપણું. વાયુ, પિત્ત, કફ એ તણે એકઠા થઈ જવાથી જે ત્રિદોષ નાડીત્રણે થયો હોય તે કદાપિ કાળે મટતજ નથી માટે અસાધ્ય છે અને એ વિના બીજા ચાર પ્રકારના નાડીત્રણ છે તે યુક્તિપૂર્વક ચિકિત્સા કરવાથી કેટલીક મુદતે મુશ્કેલીથી મટે છે. માટે કષ્ટસાધ્ય છે.
નાડીત્રણના ઉપાય. પ્રથમ નાડીની ગતિ ઓળખીને શસ્ત્રનો જ્ઞાતા ચતુર વૈદ્ય હેય તે નાડીવણને શસ્ત્રવતે ચીરી અંદરની રસી કાહાડી શેધન ( સાફ કરનાર ) રોપણ ( અંકુર લાવનાર) વગેરે કમ પાછળ કહેલા ઘણોની પેઠે કરે તે ભરનીગળ મટે છે. અથવા થોરનું દુધ, આકડાનું દુધ, અને દારુહળદર એઓની દીવટ કરી તે બરની ગળ-નાસૂરમાં મુકે તે સમસ્ત પ્રકારના સગના નાડીત્રણે આ પ્રયોગરાટ મટાડી દે છે. અથવા ગરમાળાનું મૂળ, હળદર અને મજીઠ, એઓના ચૂર્ણમાં ઘી અને મધ મેળવી દીવટ કરી નાડીવણની અંદર તેને યુક્તિથી ઘાંચી દે તે, નાડીત્રણનું ધન રોપણ કરે છે. વૈઘરહસ્ય. અથવા જાઈનાં પાન, આકડાનું મૂળ, ગર માળાનું મૂળ, કરકરાનું મૂળ, નેપાળાનું મૂળ, સિંધાલૂણ, સંચળ અને જવખાર એઓને ખૂબ ઝીણું વાટી અથવા થોરને દુધ અને મધ સાથે ઝીણા વાટી તેની દીવટ બનાવી નાડીત્રણમાં યુક્તિ વાતે ધાલી દે તો તુરત ભરનીગળ મટે છે. ચક્રદત્ત. અથવા વ્રણરોગમાં કહેલા જાત્યાદિ વ્રત અને જાત્યાદિ તિલના સિંચનથી કે ચોપડવાથી નાડીત્રણ મટી જાય છે. અથવા ત્રિફળા, ત્રિકટુ અને શુદ્ધ કરેલ ગુગળ એઓને સમાન ભાગે લઈ ચૂર્ણ કરી ઘીમાં મેળવી તેની અકેક લાભારની ગળીઓ વાળવી. પછી તે ચીવટ સહિત આમાંથી એક ગોળી ખાય છે તેથી નાડીવ
, દુષ્ટવ્રણ, શળ, ઉદવ, ભગંદર, ગાળે અને સર્વ પ્રકારના મસા જેમ ગરૂડ સપને નાશ કરે છે તેમ–આ સપ્તાંગ ગુગ્ગલ ઉપર કહેલા રોગોને નાશ કરી દે છે. અથવા કચૂરાના સ્વાસમાં ગુગળને તથા સિંદૂરને કલ્ક નાખી પકાવેલું સરસીયું તેલ નાડીત્રણમાં ભરે તે નાડીત્રણ અને બીજા પણ સર્વ જાતનાં ગુંબડાં-ઘા વગેરે મટી જાય છે.-રૂઝાઈ જાય છે--આ કચરતૈિલ કહેવાય છે. અથવા અંધાડાનાં બીજને સિંધાલુણ સાથે સારી પેઠે ઝીણું વાટી નાડીત્રણમાં ભરી દઈ પાટો બાંધી દે તે ભરનીગળ-નાસર મટી જાય છે. અથવા મધ સાથે સિંધાલૂણ વાટી તેથી ખરડેલી દીવટ ભરનીગળમાં પહેરાવી દેતે નાડીવ્રણ મટી જાય છે. અથવા ત્રણની ચિકિત્સામાં કહેલાં તેનું સિંચન કરે તો ભરનીગળ મટે છે. ભાવપ્રકાશ, અથવા તલ, મજીઠ, હાથી દાંત, અને બન્ને હળદર એઓને ઝીણું વાટી લેપ કરે પિત્તને નાડીત્રણ મટે છે. અથવા તલ, જેઠીમધ, અને નસોતર અથવા નેપાળાનું મૂળ, લીંબડે અને સિંધવ એઓને ઝીણાં વાટી તેને લેપ કરે તે કફ સંબંધી નાડીત્રણ મટે છે. અથવા તલ, મધ અને ઘી એકઠાં ઘુંટી લેપ કરે તે શલ્ય સંબંધી નાડીવણ મટે છે. અથવા ગરમાળ, હળદર અને સંચળ એનું ચૂર્ણ ઘી અને મધમાં કાલવી તેમાં
૧ પરેજી સાથે આ પ્રયોગ રોવન કરવો; કારણ કે (કરી) પાળવી એજ રોગને નાશ કરવાનો હત્તમ ઉપાય છે. .
For Private And Personal Use Only