________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમે )
ઊરૂસ્તંભ પ્રકરણ,
(૧૪૭ )
તૃણ ધાન્ય, ચોળા, મગ, ગોળ, જાંબુ, સોપારી, ઠંડુ પાણી, તીખા, કડવા, કે કપાયેલા રસ, મિથુન, હાથી ઘોડા ઉપર બેસવું, હવામાં ફરવું, પલંગ વગેરેમાં સુવું અને દાતણનું ઘસવું વગેરે વગેરે વાયુરોગીને સેવવા યોગ્ય નથી.
વાતવ્યાધિનો અધિકાર સંપૂર્ણ | ઈતિ શ્રી મનમહારાજાધિરાજ રાજરાજેદ્ર શ્રી સવાઈ પ્રતાપસિંહજી વિરચિત અમૃત સાગર નામા ગ્રંથવિષે વાતવ્યાધિના ચોરાશી ભેદ ઉત્પત્તિ લક્ષણ તથા યત્નનિરૂપણ નામ આઠમો તરંગ સમાપ્ત,
તરંગ નવમો.
ઊરૂસ્તંભને આમવા, પિત્તરોગ કફરોગ; તરંગ નવમામાં નકી, નિદાન લક્ષણ ગ.
ઊરસ્તભ રાગનો અધિકાર. ઊરૂસ્તંભનાં નિદાન અને સંપ્રાપ્તિ પૂર્વક લક્ષણ ટાહ, ઉનું, શુકું, પાતળું, ચીક, અને ભારે જલદી પચે તેવું ભોજન જમવાથી, કાંઈક ભોજન પચ્યું અને કાંઈક ન પચ્યું હોય તે વખતે-કાચી ભૂખે જમવાથી, ઘણે ભૂખ વેઠવાથી, દિવસે સુવાથી, ઉજાગર કરવાથી, પરિશ્રમથી અને ગુરો કે ખેદ થવાથી કફ તથા મેદ સહિત વાયુ આમવાળા તથા અત્યંત સંચિત થએલા કફ તથા પિત્તને દૂષિત કરી બન્ને સાથળામાં નિવાસ કરે છે તેથી સાથળોનાં હાડકાંને સજડ કરી શૂન્ય, ભારે અને પારકી સાથળે હોય તેમ ક્રિયા રહિત કરી દે છે, તેને ઊરૂસ્તંભ રોગ કહે છે. આ રોગમાં મૂઢપણું, અંગોમાં ત્રેડ, ઘન, અરૂચિ, તાવ, પગમાં ગ્લાનિ, પગોનું પરાણે ઉપડવું અને પગમાં બેહેરાશ એટલા ઉપદ્રવ થાય છે. તેને કેટલાક આઢયવાત પણ કહે છે.
ઊરૂસ્તંભનું પૂર્વરૂપ. ઉંઘ ઘણી આવે, અત્યંત ખેદ અથવા મનમાં સંતાપ થાય, અત્યંત ધ્યાન લાગે, તાવપણ હેજ રહેતો હોય, રૂવાટાં ઉભા થઈ આવે, અરૂચિ, ઉલટી, બન્ને સાથળોમાં વેદના અને સાથળ તથા ગોઠણનું ગળવું, એટલાં ચિન્હ જેના અંગમાં જણાય ત્યારે જાણવું કે એને ઊરૂસ્તંભ રોગ થશે; અથત ઊરૂસ્તંભ રોગ થવાને હોય ત્યારે ઉપર કહ્યાં તેટલાં લક્ષણે પ્રથમથી જ થાય છે અને આ રોગને ભગવાન ધન્વતીજીએ સુશ્રુતમાં મહા વાતવ્યાધિ એવી સંજ્ઞા વાળો કહેલ છે.
ઊરૂસ્તંભનું સ્વરૂપ. બને પગ જગન્ય થઈ જાય છે અને તેમાં પીડા તથા છેડે થોડે દાહ થાય છે,
For Private And Personal Use Only