________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
' (૧૯૪૨)
અમૃતસાગર,
(તરંગ
ખરૂ, મોટીકાંસ, લીંબડાની અંતર છાલ, અરલૂ, સાટોડી, પ્રસારણી (નારી), અને અરણી એ પ્રત્યેક પદાથી ૪૦-૪૦ તેલા ભાર લેવા તથા ૪૦૬તેલા પાણીમાં તેને કવાથ કરી ચતુથાશ પાણી રહે ત્યારે નિચે ઉતારી વસ્ત્રગાળ કરી તેમાં ૨૫૬ છેભાર તેલ, ૨૫૬ તેલા શતાવરીનો રસ અને ૧૦૨૪ તલા ભાર ગાયનું દુધ નાખી તથા વજ, રતાં જળી, ઉપલેટ, એળચી, છડછડી, શિલાજીત, સિંધાલૂણ, આસગધ, કાંસકી, રાસ્ના, સવા, દેવદાર, સમેરે, ગધીસમે, જંગળી અડદ, જંગળી મગ અને તગર એ પ્રત્યેક ઔષધે ચાર ચાર તેલા ભાર લઈ એઓનું કલ્ક કરી ઉપર કહેલા તેલમાં નાખી ધીમી આંચથી પકાવવું. જ્યારે સર્વ રસ બળી માત્ર તેલ આવી રહે ત્યારે નિચે ઉતારી વસ્ત્રગાળ કરી સુંદર પાત્રમાં ભરી લેવું. પછી તેમાંથી યોગ્ય સમય ઉપર વાતવ્યાધિ માટે પીવું, મર્દન કરવું, ખાવું કે પિચકારીના કામમાં વાપરવું, જેથી પક્ષાઘાત, હનુગ્રહ, ભચાતંભ, ગળગ્રહ, કુન્નતા, બહેરાપણું, ગતિને ભંગ, કેડનું ઝલાવું, ગાત્રનો શેષ, દિયેનો વંશ, વીર્યને નાશ, તાવ, ક્ષય, અંડવૃદ્ધિ, કુરંડ, ગોળ, દાંતના રોગ, માથાનું ઝલાવું, પડખાંઓનું શૂળ, પંગુતા, બુદ્ધિનાશ. ગૃધ્રસી અને બીજા પણ સમસ્ત શરીરમાં રહેનારા વાયુઓનો નાશ કરે છે. વંધ્યા સ્ત્રી આ તેલના સેવનથી સુંદર પુત્ર પામે છે, જેમ શ્રી નારણ ભગવાન દુષ્ટ દૈત્યોનો નાશ કરે છે તેમ આ નારાયણ તેલ સંમસ્ત વાયુરોગરૂપી દેને નાશ કરે છે. અથવા સુંઠ, પીપરીમૂળ, ચવકચિત્રક, પીપર, શેકેલી હીંગ, બોડી અજમો, સરસવ, જીરું, શાહજીરૂ નગોડનાં બીજ, ઈંદ્રજવ, કાળીપાટ, વાવડીંગ, ગજપીપર, કડુ, અતિવિષ, ભારંગી, વજ, ભેય પીલુડી, તમાલ પત્ર, દેવદાર, પીપર, ઉપલેટ, રાસ્ના, મોથ, સિંધાલૂણ, એલચી, ગોખરૂ, હરડે, ધાણું, બહેડાં આમળાં, તજ, વાળો અને જવખાર એ સઘળાં સમાન ભાગે લઈ એઓનું ઝીણું ચૂર્ણ કરી એ ચૂર્ણ બરાબર શુદ્ધ કરેલ ગુગલ ઘી સાથે કુટી નરમ કરી ચૂર્ણ તથા ગુગળ ધીના સંગે કુટી એક છવ કરી પિડો બનાવી ઘીના વાસણમાં રાખી મૂકો. પછી તેમાંથી ૨૪ ૨૪ ચડીઓ ભારની ગોળીઓ વાળી દો અને કાળ વગેરેને અનુસરી સેવન કરે–એટલે પ્રથમ થોડા દિવસ એક એક ગોળી ખાવી, પછી ડેઢ, પછી અરધા તેલા ભાર અને પછી એક તેલા ભાર ખાવી જેથી અરશ, ગ્રહણી, બરલ, ગેળ, પેટનારોગ, આફરો, અગ્નિનીમંદતા, શ્વાસ, ઉધરસ, અરૂચિ, પ્રમેહ, નાભિનું શળ, કૃમિ, ક્ષય, છાતીનું ઝલાઈ જવું, સર્વ પ્રકારના વાયુવ્યાધિઓ, આમવાત, મૃગી, કોઢ, દુષ્ટત્રણો, વીર્યના દેવ, રજનાદેષ, ઉદાવ અને ભગંદર એટલા રોગોનો નાશ થાય છે. આ ગુગળ રાસ્નાદિ કવાથ સાથે પીવામાં આવે તે સઘળા વાતવ્યાધિઓ ટળે છે. કાકલ્યાદિ કવાથ સાથે સેવવાથી પિત્ત, આરગ્વધાદિ કવાથની સાથે સેવવાથી કફ, દારુહળદરના કવાથ સાથે સેવવાથી સર્વ પ્રમેહ, ગોમૂત્રની સાથે સેવવાથી પાંડુરોગ, મધની સાથે સેવવાથી મેદવૃદ્ધિ, લીંબડાના કવાથ સાથે સેવવાથી કોઢ, ગળાના કવાથ સાથે સેવવાથી વાતરકત, મૂળાના કવાથ સાથે સેવવાથી સોજો, કાકચના કવાથ સાથે સેવવાથી ઊંદરનું ઝેર, ત્રિફળાના કવાથ સાથે સેવવાથી નેત્રની દારૂણ વેદના અને પુનર્નવાદિના કવાથ સાથે સેવન કરવાથી સઘળા ઉદર–પેટ સંબંધી રોગો નાશ થાય છે, છતાં આ ગુગળનો પ્રયોગ કરતી વખતે મેથુન કે અન્ન પાનનો કશે પ્રતિબંધ નથી અર્થાત કીરી પાળવાની જરૂર નથી, પણ વિરોધકારી કે અવગુણકર્તા વસ્તુઓ સેવવી નહીં. આ યોગરાજ ગુગળ કહેવાય છે. અથવા લસણની ચટણી કરી કે લસણને રસ કાહાડી તેમાં તલનું તેલ તથા જોઈએ તેટલું સિંધાલૂણ મેળવી સેવન કરે તે સર્વ પ્રકારના વાયુ
For Private And Personal Use Only