________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૮ )
અમૃતસાગર,
(તરંગ
તરંગ આઠમ.
વાયુ રાશી જાતિના, વારૂ વર્ણવ્યા મિત્ર;
ઘર દુ:ખદ બહુ જોરદા, છે એ રોગ ખચિત. વાય સંબંધી વ્યાધિઓનો અધિકાર.
વાયુ સંબંધી રેગેને ઉત્પન્ન થવાનાં મુખ્ય કારણે. કળાયેલાં, તીખો, કડવાં, અત્યંત થોડાં, લુખાં તથા હલકાં અને અત્યંત વિશેષ અત્રિોના ખાવાથી, વિરૂદ્ધ ભજનથી, વાસી કે ઠંડાં ભજનથી, ઉજાગરાથી, ખેદથી, અતિ મૈથુનથી, ધાતુઓના ક્ષીણપણુથી, વિશેષ કસરતના કરવાથી, વાયુ વાળા-વાયડા પદાર્થો ખાવાથી, વાયુ રોગના સંસર્ગથી મળ, મૂત્ર, ઝિંક, બગાસાં, ઉધરસ, હસવું, આંસુ, નિંદા તથા વિષયવાસનાદિના વેગેને અટકાવવાથી, શરીરમાંથી વિશેષ લેહી વહી જવાથી, માંસના ક્ષીણ પણાથી, વિષમાસનથી, શ્રમથી, અતિરેચ તથા અતિ ઉલટી થવાથી, જોરથી વાગવાથી, પંથ કરવાના થાકથી, બળ તથા ઈક્રિઓ ક્ષીણ થવાથી, આમના દેવથી, વા, વાયુ આમાશયમાં જવા થી કે ધાતુઓમાં જવાથી, વૃદ્ધાવસ્થાથી અને પ્રાણ, અપાન, બાન, સમાન અને ઉદાન એ વાયુઓની બગડવાથી જૂદા જૂદા પ્રકારના વાયુના રોગો થાય છે, અર્થાત્ વ ઋતુમાં અથવા ત્રીજા પહેરમાં કે પાછલા પહોરમાં અને ભજન પચ્યા પછી તથા શિશિરઋતુમાં બળવાન થએલો વાયુ મનુષ્યના શરીરમાં ખાલી થએલી નસોને બંધ કરી–પૂરી દઈ કિંવા તે ખાલી પડેલી નસમાં પ્રવેશ કરી સર્વ અંગમાં તથા એક અંગમાં રહેનારા અનેક પ્રકારના રેગેને ઉત્પન્ન કરે છે.
વાત વ્યાધિઓની સંખ્યા. ( શિરેગૃહ ૧, ચૂંભા ૨, હનુગ્રહ ૩, જીલ્ફાસ્તંભ ૪, ગગદવ પ, મિભિનવ ૬, મૂકતા ૭, પ્રલાપ ૮, રસજ્ઞાન છે, બાધિર્ય ૧૦, કર્ણનાદ ૧૧, વફશૂન્યતા હાર, અર્દિત ૧૩, મન્યાસ્તંભ ૧૪, બાહુશિષ ૧૫, અપબાહુક ૧૬, વિશ્વાચી ૧૭, ઉદ્ધવત ૧૮, આધ્યાન ૧૪, પ્રત્યાધ્યાન ૨૦, વાતાછિલા ૨૧, પ્રત્યછિલા રર, તૂની ૨૩, પ્રતિતની ૨૪, ત્રિફળ ૨૫, મુહુર્મવણ ર૬, મૂવનિગ્રહ ર૭, ગૃધ્રસી ર૮, ખંજતા ર૯, વાતકંટક ૩૦, પાદદાહ ૩૧, પાદહર્ષ ૩૨, દંડકાક્ષેપ ૩૩, વાતપિત્ત કૃતાક્ષેપ ૩૪, રંડાપતાનક ૩૫, પંગુતા ૩૬, કલાપખંજતા ૩૭, કોકુશિર્ષક ૩૮, ખલ્લી ૩૮, અભિઘાત કૃતાક્ષેપ ૪૦, અંતરાયામ ૪૧, બાહ્યાયામ ૪૨, ધનુર્વત ૪૩, કુબજક ૪૪, અપતંત્રિક ૪પ, અપતાન ૪૬, પક્ષાઘાત
૧ નાની, મકાઇ, વટાણા, ચણા, સામો, મગ, તુવર, ઝાલર, મડ, કસુંબીનાં બીજ, મસૂર, આ કોદરા એ ધાન્યો વાયુને પૈદા કરનાર છે.
ગુણ રત્નમાળા. ૨ આત્રેયજી કહે છે કે મનુષ્યોને પીડા આપનાર વાયુના પ્રસિદ્ધ રોગ ૮૪ પ્રકારના છે; પણ ભાવમિત્ર, શાગધર અને માધવાચાર્ય વગેરેનું એવું માનવું છે કે વાયુના ૮૦ પ્રકાર છે.
For Private And Personal Use Only