________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
vl. )
તૃષા પ્રકરણ
( ૧૦૫ )
ણીમાં દારી તે પાણી ગળીને પીવાથી ઉલટી મટે છે. અથવા આમળાંની ભાજો ખેરની મોજે, પીપર અને માખીની હુધાર એને કયાથ કરી મધ અને સાકર મેળવી પીવાથી ઉલટી મટે છે. વૈધિવનેદ. અથવા જાંબુનાં અને આખાનાં પાંદડાં લઈ એએના કવાથ કરી તેમાં ચેખાની ધાણીનું ચૂર્ણ તથા મધ નાખી પીવાથી ભયકર ઉલટી, અતિસાર અને ઉગ્રતાને પણ શાંત કરે છે. અથવા પીપળાની કુપળે! અને ખેલશરીનાં ફુલ એઆને સુકવી બાળા પાણીમાં નાખીને તે પાણી પીવાથી દુર્જય ઉલટી પણ તાત્કાળ જીતાય છે મટે છે. અથવા ખીલીની છલ અથવા ગળાનો કવાથ કરી મધ નાખી પીએ તેા ત્રણે દોષની ઉલટી મટે છે. અથવા સંચળ, જીરૂં, સાકર અને મરી એએનું ચૂર્ણ કરી મધમાં કાલવી ચાર્ટ તે તાત્કાળ ઉલટો બંધ પડે છે. શ્રીભત્સ પદાર્થોના દર્શન-આદિથી થએલી ઉલટી અત્યંત વ્હાલા પદાર્થેાના ઉપયોગથી. ગભાધાનના કારણથી થએલી ઉલટી વ્હાલાં કળાના ઉપયોગથી, આમવાથી થએલી ઉલટી લધનથી અને હિત પદાર્થોના સેવનથી થએલી ઉલટી હિતકારી પદાથૅના સેવનથી બંધ પડે છે. ભાવપ્રકાશ અથવા કેંસર માસે ૧, એઊંચી માસા ૨ અતે હિંગળાક રતી ૨, એએતે ઝીણાં લસોટી મધ સંગાથે ચાર્ટ તેા ઉલટી અધ પડે છે. અથવા ભમરીના ધરની માટી પાણીમાં છમકાવી પીવાથી અથવા માર પીંછના ચાંલ્લાની રાખથી અથવા બહુ ઓડકાર વાળી ઉલટી થતી હોય તે પીલુડી, ધાણા, માથ, જેઠીમધ તથા રસવતી એએનું ચૂર્ણ મધમાં કાલવી ચાટવાથી ઉલટી બંધ પડે છે. ઉલટીના અધિકાર સંપૂર્ણ
તૃષાનો અધિકાર.
તરશની નિદાન પૂર્વક સંપ્રાપ્તિ તથા સ ંખ્યા.
પ્રત્યેક્ મનુષ્યને પોતાના સ્થાનમાંજ સચિત-એકઠું થયેલું પિત્ત, પોતાને વધારનારા તીક્ષ્ણ, ખાટા અને ગરમ પદાર્થેાથી કુપિત થઇ જાય છે. અને પેાતાના સ્થાનમાંજ સચિત ચએલે વાયુ, ભયથી, થાકથી તથા બળને ક્ષય કનારા ઉપવાસ—આદિથી કુપિત થઇ અર્થાત્ વાયુ અને પિત્ત કાપ પામી ઉર્દુગામી થઇ તાળવાને દૂષિત કરી તરશને પ્રકટ કરે છે. એકલું તાળવું દૂષિત થવાથીજ તથા ઉત્પન્ન થાય છે એમજ નથી, પણ જળને વહેનારી નસે પણ દોષોથી દૂષિત થવાથી પણ તૃષા પેદા થાય છે. તેના સાત પ્રકાર છે. એટલે વાયુથી, પિત્તથી, કથી, શસ્ત્રદિના પ્રહારથી, બળક્ષીણ થવાથી, ભાજનના કરવાથી અને આમથી એમ સાત કારણોથી તરશ ઉત્પન્ન થાય છે.
તરશનું સ્વરૂપ.
નિરંતર પાણી પીતા જાય છતાં તૃપ્તિ થાય નહીં અને પાણી પીવાનીજ ઇચ્છા રહ્યા કરે તે તરશ રોગ કહેવાય છે. તાળવા, હોઠ, કઠે તથા મુખમાં શેષ, અને બળતરા, સતાપ, મેહ, ભ્રમ, તથા બકવા થાય એ સધળાં તરશનાં લાગુ છે, એટલે તાશ રેગની ઉત્પત્તિના વખતે આ લક્ષણા વિશેષે કરીને થાય છે.
૧૪
For Private And Personal Use Only