________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છઠ્ઠો)
સ્વરભંગ પ્રકરણ
(
૯ )
શ્વાસ રોગીને સેવ્યાસેવ્ય. રચ, ઉલટી, દિવસે સુવું, ચોખા, કળથ, બકરીનું ઘી, દારૂ, તુરીયું, કાચુંવૃતાક, લસણ, ગાયનું મૂલ, તાંદળજો, ઉનું પાણી, શેક અને ધૂમ્રપાન એટલાં પથ છે. તથા ખપે તેને સસલાનું, તેતરનું અને લવાનું માંસ હિતકારી છે. પૂર્વ દિશાને પવન, બકરીનું દુધ, દુષ્ટ પાણી, રાઈ અને કંદમૂળ વગેરે કુપથ્ય છે.
ઈતિ શ્વાસને અધિકાર સંપૂર્ણ ઈતિ શ્રી મન્મહારાજા ધિરાજ રાજરાજેદ્ર શ્રી સવાઈ પ્રતાપસિંહજી વિરચિત અમૃતસાગર નામા પ્રન્થવિષે રકતપિત્ત, ક્ષય, હેડકી અને શ્વાસ, રોગની ઉત્પત્તિ લક્ષણ તથા યત્ન નિરૂપણ નામા પાંચમે તરંગ સંપૂર્ણ
તરંગ છે.
વિરભેદ અચક છદિવળી, મૂરછ ભ્રમ ઉધજ ઘેન મળી, અધિકારજ સાત કહે વિગતે, રસમા સુતરંગ વિષે સરિતે. સ્વરભંગ-સાદ ફેરફાર થવાનો અધિકાર
—— —–
સ્વરભેદનાં નિદાન તથા સંખ્યા. વિશેષ તાણીને બોલવાથી, ઉંચે સ્વરે ગાવાથી કે રાડ પાડીને લઢવાથી કિંવા ઊંચે સાદે વેદ-આદિનો પાઠ કરવાથી, ગળા ઉપર કોઈપણ પ્રકારનો પ્રહાર-માર વાગવાથી અને વિ-ઝેરી પદાર્થોના ખાવાથી તથા દે કુપિત થવાથી સ્વરને ચલાવનારી નસોમાં દેશો સ્થિતિ પામી સ્વરને ખરાબ કરી નાખે છે. એને સ્વરભંગ રોગ કહે છે. તેના છ પ્રકાર છે એટલે વાયુ, પિત્ત, કફ, ત્રિદોષ, શરીરના સ્થળપણાને અને ક્ષયરોગના લીધે થયેલે એમ છે ભેદ છે.
સ્વરભેદનાં લક્ષણો. જે નેત્ર, મુખ, મળ, અને મૂત્ર કાળાં જણાય તથા ટુટેલો સાદ નીકળે અથાત્ ગધેડા જેવા સાદથી બેલે તે જાણવું કે વાયુથી સ્વરભંગ થયો છે.
જે નેત્ર, મુખ, મળ અને મૂત્ર પીળાં જણાય અને બોલવાના વખતે ગળામાં બળતરા થાય તે જાણવું કે પિત્તને સ્વરભંગ છે.
જે નિરંતર કફથી ગળું કાયલું રહે, ધીમે ધીમે પરાણે બેલાય અને રાત્રિના કરતાં દિવસે ઠીક બોલાય તે જાણવું કે કફને સ્વરભંગ છે.
જે ઉપર કહેલા ત્રણે દેના બે મિશ્ર થયા જણાય તે જાણવું કે વિષ-સનિપાતને સ્વરભંગ છે.
For Private And Personal Use Only