________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંચમો. )
શ્રય પ્રકરણ
શેષના પ્રકારે. અતિ મૈથુનને કારણથી ઉત્પન્ન થયેલે વાયશષ કહેવાય છે. તેમાં હિંગ - અંડપમાં વેદના થાય, મૈથુન કરવામાં અશક્ત અને કરે તે મેટું તથા થોડું વીર્ય પડે, શરીર પીળું, ચિંતાગ્રસ્ત, શરીર શિથિલ, અને વીર્યની ક્ષીણતાથી સર્વ ધાતુ ક્ષીણ તથા રાજરોગના ચિન્હાએ યુક્ત હોય છે,
શોકથી થએલા શોપને શેકશેષ કહે છે, તેમાં જે વસ્તુના ભાવથી શોક થો હોય તે વસ્તુનું જ ચિંતવન કર્યા કરે તથા ઉપરના શોષમાં કહેલા સર્વ વિકારો હોય છે, માત્ર લિંગ અને અંડકોષમાં વ્યાધિના સ્વભાવના લીધે વેદના થતી નથી.
વૃદ્ધ અવસ્થાના કારણથી થએલે વાદ્ધક્યશેષ કહેવાય છે, તેમાં કૃશતા થાય, વીર્ય, બળ, બુદ્ધિ અને ઇન્દ્રિય મંદ થઈ જાય છે, કાપવું, કાંતિરહિતપણું, છુટેલા કાંસાના પાત્ર જે સાદ, ભજનમાં અરૂચિ, કફરહિત થેક, શરીર ભારે, મ, નાક, આંખમાંથી સ્ત્રાવ, વિષ્ટા અને શરીર શુષ્ક તથા લુખાં થઈ જાય છે. " કસરત કરવાથી થએલો વ્યાયામશેષ કહેવાય છે, તેમાં અંગશિથિલ, કાંતિ અગ્નિમાં શકાઅલાના જેવી પરૂપ, ગાત્રના અવયવો સ્પર્શ જ્ઞાનથી રહિત, ગઇ તથા મોં સુકાય છે. અને ક્ષત ન થયા છતાં પણ ઉરઃક્ષતનાં લક્ષણે યુક્ત હોય છે.
પંથ કરવાથી થએલે અશ્વશેષ કહેવાય છે, તેમાં વ્યાયામશેષમાં કહેલાં સર્વ લક્ષણો હૈય છે; પણ ઉરઃક્ષતનાં લક્ષણો હોતાં નથી.
ગંભીરદિવ-ગડ-ગુબાં થવાથી ઉત્પન્ન થએલો વણશેષ કહેવાય છે. તેમાં લોહીના યપણાથી, વેદનાઓથી તથા આહારના પ્રતિબંધથી અસાધ્ય થાય છે.
છાતિમાં ક્ષત-ચાંદું, ચાંદી પડવાથી થએલો ઉરઃક્ષતશેષ કહેવાય છે, તેમાં ઇતિમાં અત્યંત પીડા, પડખાંઓમાં દુખા, ધ્રુજારી, અંગસુકાય, વીર્ય, બળ, વર્ણ, કાંતિ, તથા અગ્નિ એ અનુક્રમે ઘટી જાય છે, જવર, દીનતા અતિસાર અને ઉધરસ થાય છે. તથા ઉધરસ આવતાં કાળો ગંધાતે લોહીયુકત પીળ, ગુંથાયલ અને વિશેષ વારંવાર કપાત થાય છે. તથા વિર્ય અને આજના ક્ષયથી, અત્યંત ક્ષીણ થઈ જાય છે.
ઉરઃક્ષત થવાનાં મુખ્ય કારણે. જોરથી ધનુ ચઢાવવાથી કે બાણ ફેકવાના વિશેષ અભ્યાસથી, ગજા ઉપરાંત ભાર ઉપાડવાથી, પિતા કરતાં વિશેષ બળવાનથી મલ્લયુદ્ધ કરવાથી, વિષમ અને ઉંચી જગ્યાથી પડી જવાથી, તોફાની બળદ, ઊંટ, ઘડે કે હાથી દોડતાં જતાં હોય તેને પકડી લેવાથી, પત્થર, લાકડાં, ઈટ કે શસ્ત્રાના ફેંકવાથી, બીજાને મારવાથી, રાડ પાડી બેલવાથી, ભણવાથી, કે ગાવાથી, બહુ દવાથી, નદીના પૂરમાં તરવાથી કે મેટી નદી તરવાથી, ઘેડાઓની સંગાથે દેડવાથી, એકદમ ઠેકવાથી, એકદમ નાચવાથી અથવા એવાંજ અન્ય સાહસ કર્મી કરવાથી, એકાએક છાતીમાં માર વાગવાથી, સ્ત્રીઓમાં અત્યંત આશકિત રાખવાથી અને લુખું તથા થોડું જમવાથી, છાતિમાં જોર આવવાના લીધે ધસારો લાગે છે તેથી, ક્ષત-ચાંદી પડેછે, માટે ઉપરની બાબતો અવશ્ય લક્ષમાં રાખી વર્તવું નહીં તે, ઉરઃક્ષત શેષ થઈ રાજરોગ થાય છે અને છેવટે આ અનિત્ય સંસારને ત્યજી નિરૂપાયે યમરાજને આધીન થવું પડે છે.
For Private And Personal Use Only