________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૫૬ :
અધ્યાત્મમાછલાની પેઠે નરકાગ્નિમાં મુંજશે, તેટલા માટે તેના પર વિશ્વાસ રાખીશ નહીં” ૧
વંશસ્થવૃત્ત. મનમિત્રને અનુકૂલ થવા પ્રાર્થના. चेतोर्थये मयि चिरत्नसख ! प्रसीद,
कि दुर्विकल्पनिकरैः क्षिपसे भवे माम् । बद्धोंजलिः कुरु कृपां भज सद्विकल्पान् ,
___मैत्री कृतार्थय यतो नरकाद्विभेमि ॥२॥ લાંબા વખતના મિત્ર હે મન ! પ્રાર્થના કરું છું તને, કૃપા કરી ખરાબ સંકલ્પ, વિકલ્પ ના આવે મને, સંસારમાં દર્ઘકાળથી, રાખ્યો રખડતો મુજને, નરકગતિ ભીતિ વિનવું, સદ્વિચાર દેવા તુજને. ૨
“હે મન! મારા લાંબા વખતના મિત્ર! હું પ્રાર્થના કરું છું કે મારા ઉપર કૃપા કર! ખરાબ સંકલ્પ કરીને શા માટે મને સંસારમાં નાંખે છે! (તારી પાસે) હું હાથ જોડીને ઊભો રહું છું, મારા પર કૃપા કર; સારા વિચાર કરે અને આપણી લાંબા વખતની દોસ્તી સફળ કર, કારણ કે હું નરકથી બીહું છું.” ૨
વસંતતિલકા. | મન પર અંકુશને સીધે ઉપદેશ. स्वर्गापवगौं नरकं तथान्तर्मुहूर्तमात्रेण वशावशं यत् । ददाति जंतोः सततं प्रयत्नात् , वशं तदंतःकरणं कुरुष्व ॥३॥ વશ અને અવશ મન ક્ષણ, ક્ષણવારમાં બદલાય છે, સ્વગમક્ષ નારકી ગતિ, અનુક્રમે એહથી થાય છે; માટે પ્રયત્નપૂર્વક ચેતન, આધીન મન સધાય છે, ત્યારે જ આ સંસારના, ભવભ્રમણ દુ:ખ ટળાય છે. ૩
વશ અને અવશ મન ક્ષણવારમાં સ્વર્ગમાક્ષ અથવા નરક અનુક્રમે પ્રાણીને આપે છે માટે પ્રયત્ન કરીને તે મનને જલદી વશ કર.” ૩
ઉપજાતિ.
For Private and Personal Use Only