________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-ક ૯૫ કુમ
: ૧૯ : અપવિત્ર પદાર્થોની દુર્ગધી. સ્ત્રી શરીરને સંબંધ. विलोक्य दूरस्थममेध्यमल्पं, जुगुप्ससे मोटितनासिकस्त्वं । भतेषु तेनैव विमूढ योषा-वपुःषु तत्किं कुरुषेऽभिलाषम् ? ॥३॥ હે મૂર્ખ ! દૂર રહેલ જરા, દુર્ગધ તુજને આવતા. દુગંછા કરે એ વસ્તુની, પેખી નાક મચેડતા; તેવી જ દુર્ગધ ભરેલી, સ્ત્રીઓના અંગમાં, અભિલાષા કરે શા કારણે? જેઈ ઉપરના રંગમાં. ૩ વિશેષ વિવેચન બીજી અને ત્રીજી ગાથાનું સાથે છે.
“હે મૂર્ખ ! દૂર રહેલી જરા પણ દુર્ગધી વસ્તુ જોઈને તું નાક મરડીને દુગંછા કરે છે, ત્યારે તેવી જ દુર્ગધીથી ભરેલાં સ્ત્રીઓનાં શરીરની તું કેમ અભિલાષા કરે છે? ૩
સ્ત્રીમેહથી આ ભવમાં પરભવમાં થતાં ફળનું દર્શન. अमेध्यमांसास्रवसात्मकानि, नारीशरीराणि निषेवमाणाः । इहाप्यपत्यद्रविणादिचिंतातापान् परत्र प्रति दुर्गतीश्च ॥४॥ વિષ્ટા માંસ ને ચરબી, વિગેરે ભરેલા અંગથી, એવી સ્ત્રી પ્રાણી સેવતા, સંસારમાં જે રંગથી; તે પુત્ર લક્ષ્મીની ચિતાના, તાપથી જ તવાય છે, વળી પરભવ સ્ત્રીમોહ વધતા, દુર્ગતિ લઈ જાય છે. ૪
વિષ્ટા, માંસ, રુધિર અને ચરબી વિગેરેથી ભરેલાં સ્ત્રીઓનાં શરીરને સેવનારા પ્રાણીઓ આ ભવમાં પણ પુત્ર અને પૈસા વિગેરેની ચિંતાને તાપ પામે છે અને પરભવે દુર્ગતિમાં જાય છે.” ૪ ઉપજાતિ.
સ્ત્રી શરીરમાં શું છે? તે વિચારવાની જરૂર. अंगेषु येषु परिमुह्यसि कामिनीनां,
· चेतः प्रसीद विश च क्षणमंतरेषां ।
For Private and Personal Use Only