________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૬ :
અધ્યાત્મકષાયનું ખરૂં સ્વરૂપ-તેના ત્યાગને ઉપદેશ. किं कषायकलुषं कुरुषे स्वं, केषु चिन्ननु मनोऽरिधियात्मन् ! । तेऽपि ते हि जनकादिकरूपै-रिष्टतां दधुरनंतभवेषु ॥३१॥ હે આત્મન્ ! તું કેઈક જીવ પર, શત્રુબુદ્ધિ શીદ ધરે? આ રીતને કષાય રાખી, મલિન તું મનને કરે; માતા પિતા વિવિધ રૂપે, પ્રીતિ અનંતી એ પામતા, અનંત ભવ સંબંધ જાણું, રાખવી ચિત્તપ્રસન્નતા. ૩૧
હે આત્મન ! કેટલાક પ્રાણીઓ ઉપર શત્રુબુદ્ધિ રાખીને તું તારાં મનને શા સારું કષાયથી મલિન કરે છે? (કારણ કે, તેઓ માતપિતા વિગેરે રૂપમાં તારી પ્રીતિ અનંતા ભવમાં પામ્યા છે.” ૩૧ સ્વાગતાવૃત્ત.
શાકનું ખરું સ્વરૂપ-તે ત્યાગ કરવાને ઉપદેશ. याश्च शोचसि गताः किमिमे मे, स्नेहला इति धिया विधुरात्मा। तैर्भवेषु निहतस्त्वमनंते-प्वेव तेऽपि निहता भवता च ॥३२॥ મરી જતા નિજ સ્નેહીઓ, વ્યાકુળ થઈને શીદ ફરે?, મહામહથી તસ વિરહને, તું શેક અંતરમાં ધરે; હણાય તેના વડે તું, અનંત ભવમાં રખડત, તારા વડે પણ એ હણાયેલ, શત્રુભાવે ભાળ. ૩૨
શું આ મારા સ્નેહીઓ (મરી ગયા!” આ પ્રમાણે બુદ્ધિથી વ્યાકુળ થઈને જેઓને માટે તું શેક કરે છે તેઓ વડે જ તું અનંત ભમાં હણાએલો છે અને તેઓ પણ તારા વડે હણાયા છે. ૩ર
સ્વાગતાવૃત્ત. મેહ ત્યાગ-સમતામાં પ્રવેશ. त्रातुं न शक्या भवदुःखतो ये, त्वया न ये त्वामपि पातुमीशाः । ममत्वमेतेषु दधन्मुधात्मन् !, पदे पदे किं शुचमेषि मूढ ! ॥३३॥
For Private and Personal Use Only