________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧ર :
અધ્યાત્મઆત્મા અને બીજી વસ્તુઓના સંબંધ પર વિચારણા. अनादिरात्मा न निजः परो वा, कस्यापि कश्चिन्न रिपुः सुहृद्वा । स्थिरा न देहाकृतयोऽणवश्व, तथापि साम्यं किमुपैषि नैषु ? ॥२३॥ આત્મ અનાદિ શાશ્વત, પર કે પિતાનું ન તેહને, તેમ જ શત્રુ કે મિત્ર પણ, જગમાં ન કોઈ જહને; અંગ આકૃતિમાં રહેલ, પરમાણું અસ્થિર જાણતા, તે પણ સમતા તેહમાં, કેમ રાખવા ન પિછાણુતા? ૨૩
આત્મા અનાદિ છે, કઈને કઈ પિતાનું નથી અને કોઈ પારકું નથી; કોઈ શત્રુ નથી અને કઈ મિત્ર નથી; દેહની આકૃતિ અને તેમાં રહેલા) પરમાણુઓ સ્થિર નથી તે પણ તેમાં તું સમતા કેમ રાખતો નથી?” ૨૩
હવે માતાપિતા વગેરે સંબંધ કેવો છે તે કહે છે. यथा विदां लेप्यमया न तत्त्वात्, सुखाय मातापितृपुत्रदाराः । तथा परेऽपीह विशीर्णतत्त-दाकारमेतद्धि समं समग्रम् ॥२४॥ ચિત્ર રહ્યા માતા પિતા પુત્ર, સ્ત્રી સુખ આપે નહીં, પ્રત્યક્ષ માત પિતાદિકે પણ, એ રીતે જાણે સહી; આકાર નાશ થતા બેઉને, વાસ્તવિક સુખ કુણ કરે? માટે જ સમકિતી જીવો, દઢબુદ્ધિ ધર્મ વિષે ધરે. ૨૪
“જેવી રીતે ચિત્રમાં આલેખેલાં માતા, પિતા, પુત્ર અને સ્ત્રી વાસ્તવિક રીતે સમજુ પ્રાણીને સુખ આપતાં નથી તેવી જ રીતે આ સંસારમાં રહેલાં પ્રત્યક્ષ માતાપિતાદિક પણું સુખ આપતાં નથી. તે બનેનો આકાર નાશ પામતાં તે બંને સરખાં જ છે.” ૨૪ ઉપજાતિ.
For Private and Personal Use Only