________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૦]
આપીએ. મને પણ ભાવના પુરી અને બે માસમાં જ સં. ૨૦૦૮ના મહા વદી ૧૩ અનુવાદ તૈયાર કર્યો. આચાર્ય મહારાજશ્રી વિજય મહેન્દ્ર સૂરિજી અહિં પધાર્યા. સાધના મુદ્રણાલયવાળાને બોલાવી છીપવા પણ આપ્યો પરંતુ તેજ સાલના ફાગણ વદીમાં બજારમાં જબરજસ્ત મંદી આવવાથી રહાયક નિષ્ફળ ગયા અને ત્યાર પછી આચાર્ય મહારાજશ્રીએ અનુવાદ તૈયાર કરાવેલ હોવાથી સં. ૨૦૦૮ની સાલમાં તેઓશ્રીએ ખંભાત રા. ૨. શ્રીયુત ત્રીકમલાલ પોપટલાલ અમદાવાદવાળા વાંદવા આવેલા તેમને પ્રેરણા કરી બુક ૩૦૦) ત્રણ ખરીદી ભેટ આપવા સ્વીકારતા પ્રયાસ વધારે શરૂ રાખતા કપડવંજવાળા સ્વશ્રી ચીમનલાલ ડાહ્યાભાઈ પરીખના ધર્મપત્ની ગંગાસ્વરૂપ માયાબેને આચાર્ય મહારાજશ્રીના શિષ્યરત્ન શ્રીકાન્તવિજયજીએ પ્રતિબંધ કરતા બુક ૭૦૦) સાતસો ખરીદ કરી ભેટ આપવાની તેમણે પિતાના સ્વ. પતિના સ્મરણાર્થે ભાવના બતાવતા આ બુકની નકલ ૧૦૦૦) પ્રકાશિત થઈ તે ખાતર તે બન્ને સહાયકોનો હાર્દિક આભાર માનું છું.
આ બુક પ્રથમ સાધના મુદ્રણાલયવાળા રા. રા. શાહ ગિરધરલાલ કુલચંદને ઠરાવ કરી આચાર્ય મહારાજશ્રીએ આપેલ તે તેમના મારફત જ મારી દેખરેખ નીચે કામ કરવા સૂચના કરી અને તેમણે પણ ઘણી જ કાળજીપૂર્વક બાહોશ પ્રફ જનાર પાસે શોધાવી પ્રફે મને અહીં વલભીપુર મોકલી ઓર્ડર મળે છાપતા તેમાં શુદ્ધિપત્રક પણ ન મૂકવું પડે તેટલી કાળજીથી સારા ટાઈપથી ઠાંસથી તૈયાર કરી તે ખાતર તેમને આભાર વ્યક્ત કરું છું. આ પ્રેસના માલીક કાળજીપૂર્વક સારું સસ્તું કામ પિતાનું ગણીને જ કરે છે એ વાતનો મને અનુભવ હતો જ; વળી વિશેષ થયો; જેથી જેને છપાવવાનું કામ આપવાનું હોય તેમણે તેના સાથે એક વખત કામ પાડવાથી ખાત્રી થાય તેવો મારો અભિપ્રાય છે.
સદરહુ બુકને છપાવવામાં વિલંબ સાંપડ્યો તે પણ સારા માટે જ કારણે તેમાં આચાર્ય મહારાજશ્રીની ગર્ભ બહેતરીની સઝાય જે અર્થ સાથે છપાણી તે ઉપકારક બની છે. તેમજ દસ દ્રષ્ટાંત, મિરાજ ચરીત્ર પણ બોધદાયક છે. | આ બુક સાધુ-સાધ્વી જ્યાં મુનિવિહાર કમી હોય તેવા ગામડામાં ભેટ મોકલવાથી ઘણો જ લાભ થવા સંભવ છે.
For Private and Personal Use Only