________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૪૪ :
ગર્ભ બહોતેરીઊંધે મુખે ગુડા હિયે, સહેતે બહુ પીડ; દષ્ટિ આગળ બિહુ હાથનું, રહે મુઠ્ઠી ભીડ. ૩૪ નર વિણ વસ્ત્ર જલા દિકે, ઉપજે એધાણ; અથવા બિહુ નારી મલ્યા, કહ્યા ગર્ભ વિધાન. ૩૫ કેઈ ઉત્તમ ચિતવે, દેખી દુઃખ રાશ, પુણ્ય કરું પરે નિકળી, નાવું ગર્ભવાસ. ૩૬ ઉઠ કેડી (સાડાત્રણ ક્રોડ) સૂઈ અંગમે, ચાંપે સમકાળ; _ર્તિણથી ગર્ભમાં આઠગણું, સહે વેદના બાલ. ૩૭ માતા ભૂખી ભૂખીયે, સુખીણું સુખ થાય; માતા સૂતે તે સુવે, પરવશ દિન જાય. ૩૮ ગર્ભથકી દુઃખ લાખ ગણું, જનમે જીણી વાર; જન્મ થયે દુઃખ વિસર્યુ, ધિગ મેહ-વિકાર. ૩૯ ઉપન્ય અશુચિપણે તિહ, મલ મૂત્ર કલેશ; પીન્ડ અશુચિ કરી પૂરીયો, નહિ શુચિ નવ લેશ. ૪૦ તુરત રૂદન કરતે થકે, જન્મ જીણી વાર માતા પયોધર મુખ હવે, પીવે દૂધ તીવાર. ૪૧ દીસે દિન દિન દીપ, કરે રંગ અપાર; લાડ કેડ માતા પિતા, પૂરે સુવિચાર. ૪૨ છિદ્ર બારહ નારીને, નરના નવ જાણ રાત દિવસ વહેતા રહે, ચેતે ચતુર સુજાણ. ૪૩ સાત ધાતુ સાતે ત્વચા, છે સાતસે નાડ; નવસે નારાં છે પિંડમાં, તિમ ત્રણસે હાડ. ૪૪ સન્ધિ એક સાઠ છે, સિત્તેર સે મર્મ, તીન દેષ પેશી પાંચશે, ઢાંક્યા છે ચર્મ. ૪૫
For Private and Personal Use Only