________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૨] માટે જ પ્રવર્તે છે, જે શાસ્ત્રવચને વિકારવર્જિત શ્રી વીતરાગદેવની વાણુના અનુવાદક હોય છે, જે લેકે જ્ઞાન કે ક્રિયાને એકાંત પક્ષ ખેંચતા નથી, જે કાવડે સંસારની અસારતા સમજાવી આત્મામાં વૈરાગ્ય ઉતપન્ન થાય છે અને સેળ ભાવનાનું સ્વરૂપ જેમાં આત્મા સાથે વિચારાય છે, તે અધ્યાત્મશાસ્ત્ર કહેવાય છે.
જેમ પંખી બે પાંખવડે જ ઊડી શકે છે, રથ બે ચક્રવડે જ ચાલી શકે છે તેમ અધ્યાત્મ પણ શુદ્ધ જ્ઞાન અને ક્રિયાના સંમેલનથી જ પ્રવર્તે છે; તે વિના અધ્યાત્મ કહી શકાય જ નહિ; વસ્તુતત્વની સમજ મેળવી, હિતાહિતનો યથાર્થ વિવેક કરી જે સ્વહિતસાધનમાં પ્રવૃત્ત થાય છે અને અહિત કાર્યથી નિવૃત્ત થઈ વૈરાગ્યતત્પર બને છે તેજ અંતે સ્વ ઈષ્ટસિદ્ધિ કરી શકે છે; આ રીતે અધ્યાત્મ આત્મકલ્યાણનો અમોઘ ઉપાય છે; જેથી જે કાંઈ શુભ કર્તવ્ય કરવામાં આવે છે તે લોકદેખાવ માટે નહિ પણ કેવળ પિતાના જ આત્માને લક્ષીને, તેની શુદ્ધિ અને ઉન્નતિ અર્થે કરવામાં આવે છે; આવી અંતરદૃષ્ટિ જેમને જાગી છે તે અધ્યાત્મદષ્ટિ કહેવાય છે; તેઓ આવા અધ્યાત્મકલ્પદ્રમ જેવા ઉચ્ચ શાસ્ત્રના વાચનના અધિકારી બને છે. શુષ્ક અધ્યાત્મીઓ આ ગ્રંથના અધિકારી નથી.
અધ્યાત્મશાસ્ત્રનું અધિકારીપણું ચતુર્થ ગુણસ્થાનકથી શરૂ થાય છે. આ વખતે વિકાસગામી આત્મા સ્વરૂપદર્શન કરી શકે છે; અર્થાત આજ સુધી આત્માની જે છીપમાં રૂપાની ભ્રાંતિની જેમ, પરરૂપમાં સ્વરૂપની ભ્રાંતિ હતી–તે દૂર થઈ જાય છે. એથી તેના પ્રયત્ન અને પુરુષાર્થની ગતિ ઊલટી નહિં થતાં સીધી બની રહે છે; અર્થાત તે વિવેકી બનીને કર્તવ્ય-અકર્તવ્યને વિભાગ કરી લે છે. આ પરિસ્થિતિને જૈન દર્શનમાં અંતરાત્મભાવ કહે છે; ચતુર્થ ગુણસ્થાનકથી અધ્યાત્મદષ્ટિની શરૂઆત થતી હોવાથી જિનપૂજા, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, પ્રત્યાખ્યાન, તપ વિગેરેની આવશ્યકતા ઊભી થાય છે અને તેને અભ્યાસ વધારતાં
For Private and Personal Use Only