________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-ક ૯૫ કુમ
: ૧૦૫ : મનુષ્ય મનરંજન નિમિત્ત, સારા ખરાબ શાસ્ત્રો ભણે, કંઠશેષાદિ કરે માયાપૂર્વક, વિચિત્ર ભાષણે શાસ્ત્રો અનેક પ્રકારના, ભણી તું ખેદ સહન કરે, તેઓ અને તું પછી પણ, કહો કયાં જશે ભવાંતરે? ૨૩
જે મનુષ્યોનું મનરંજન કરવા માટે તું સારા અને ખરાબ અનેક પ્રકારનાં શાસ્ત્રો ભણે છે અને માયાપૂર્વક વિચિત્ર પ્રકારનાં ભાષણથી (કંઠશેષાદિ) ખેદ સહન કરે છે તેઓ ભવાંતરે કયાં જશે અને તું કયાં જઈશ ?” ૨૩.
ઉપજાતિ. પરિગ્રહત્યાગ परिग्रहं चेद्वयजहा गृहादे-स्तत्किं नु धर्मोपकृतिच्छलात्तम् । करोषि शय्योपधिपुस्तकादे-गरोऽपि नामांतरतोऽपि हंता ॥२४॥ ઘર આદિ પરિગ્રહ તન્યા, વૈરાગ્ય દિલમાં આવતા, ધર્મ ઉપકરણ શય્યા ઉપધિ, પુસ્તક મેળવે ફાવતા, એ પરિગ્રહના મેહરડે, નામાંતરે પણ ઝેર છે, ઝેર મારતું નામાંતરે, સંસાર કાળો કેર છે. ૨૪
“ઘર વિગેરે પરિગ્રહને તેં તજી દીધા છે તે પછી ધર્મના ઉપકરણને બહાને શય્યા, ઉપધિ, પુસ્તક વિગેરેને પરિગ્રહ શા માટે કરે છે? ઝેરને નામાંતર કર્યાથી પણ તે મારે છે, ” ૨૪. ઉપેન્દ્રવજા.
ધર્મના નિમિત્તથી રાખેલ પરિગ્રહ. परिग्रहात्वीकृतधर्मसाधना
भिधानमात्राकिमु मूढ ! तुष्यसि ? । न वेत्सि हेम्नाप्यति भारिता तरी,
निमजयत्यंगिनमंबुधौ द्रुतम् ।।२५।।
For Private and Personal Use Only