________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૭૦ :
અધ્યાત્મગાડું, હાંકનાર ભિક્ષુક, દૃષ્ટાંત શાસ્ત્રથી જાણતા, એ રત દુઃખ બહુ પરભવે, છેડો પ્રમાદ પિછાણતા. ૧૩
પ્રમાદે કરીને હે જીવ! તું મનુષ્યભવ હારી જાય છે અને તેથી દુઃખી થઈને બેકડે, કાકિણી, જળબિંદુ, કેરી, ત્રણ વાણીઆ, ગાડું હાંકનાર, ભીખારી વિગેરેનાં દૃષ્ટાંતોની પેઠે તું બહુ દુઃખ પામીશ.” ૧૩
| ઉપજાતિ. - પ્રત્યક ઇન્દ્રિયથી દુઃખ પર સ્પષ્ટ દષ્ટાંત. पतंगभंगैणखगाहिमिनद्विपद्विपारिप्रमुखाः प्रमादैः । शोच्या यथा स्यु तिबंधदुःखैश्चिराय भावी त्वमपीति जंतो!।१४। ગજ પતંગ અલિ માછલાંઓ, હરિણ દુ:ખી થાય છે, સર્પ સિંહ પક્ષી એક ઈન્દ્રિય આધીન જણાય છે; એક ઇન્દ્રિય પ્રમાદવશ એ, મરણનાં દુઃખ પામતા, તે પાંચે ઈન્દ્રિયવશ હે જીવ! શેચ મનથી પામવા. ૧૪
પતંગીયું, ભમર, હરણ, પક્ષી, સર્પ, માછલું, હાથી, સિંહ વગેરે પ્રમાદથી એક એક ઇંદ્રિયના વિષયરૂપ પ્રમાદને વશ થઈ જવાથી જેમ મરણ બંધન વગેરે દુ:ખથી પીડા પામે છે, તેમ હે જીવ! તું પણ ઈદ્રિયને વશ પડીને લાંબા વખત સુધી શોચ પામીશ.” ૧૪
ઉપજાતિ. પ્રમાદનું ત્યાજ્યપણું. पुरापि पापैः पतितोऽसि दुःखराशौ पुनर्मूढ ! करोषि तानि । मज्जन्महापंकिलवारिपूरे, शिला निजे मूनि गले च धत्से ।१५। હે મૂઢ! પૂર્વના પાપથી, દુઃખના ઢગલે પડ્યો, હજુ પણ તે જ પાપવડે, નિશિ દિવસ રહે અડ્યો; મહાકાદવે પૂર પાણીમાં પડતાં પડતાં ખરે, તારા ગળે ને મસ્તકે, પથ્થર મટે ધારણ કરે. ૧૫
For Private and Personal Use Only