________________
25:
સુપાત્રે દાન દેવાના ફળઉપર. कयवनानी कथा.
Rધ ન ધાન્યથી ભરપૂર અને અતિ શેભિતી રાજગહી
નગરીમાં શ્રેણિક નામે રાજા રાજ્ય કરતા હતા. ત્યાં ધનદત્ત નામે એક કે ટીવજ વ્યવહારીઓ રહેતો હતે.
તેને ચંદ્રવદની અને મૃગલેચની એવી વસુમતી નામે સતી સ્ત્રી હતી. તેને પોતાના દેવ, ધર્મ અને ગુરૂ ઉપર ઘણી પ્રીતિ હતી.
એકદા વસુમતી રાત્રિના વિષે ગર્ભના પ્રભાવે સિંહસ્વપ્ન tખી જાગી અને તેનું ફળ પોતાના સ્વામીને પૂછ્યું. સ્વામીએ તેનું ફળ સારું કહેવાથી હર્ષ પામી સ્વસ્થાનકે ગઈ. પ્રાત:કાળે ધનિદાશેઠે સ્વપ્ન પાઠકને તેડાવી તેનું ફળ પૂછી તેને ધન આપી વિહાય કીધે. અનુક્રમે ગર્ભ વૃદ્ધિ પામવા લાગે. નવ માસ પરિપૂર્ણ થયે શુભ લગન, શુભ વેળા, શુભ ઘડી અને પુષ્ય નક્ષત્રે પુત્રને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org