________________
मांडवी बंदर शाकगली - मुंबई.
३५
"
આ મહાપુરૂષે દુષ્કરસ્થળે શિયળ પાળવાથી “ ૮૪ ચાવીશી લગણુ અમર નામ રાખ્યું ”
હવે નંદરાજાએ શ્રીયકને મ્હોટી પ્રધાનપદવી આપી. તે શ્રીયક્ર રાજ્યકારભાર સુખે પ્રવતાવે છે, પ્રજાને ઘણું સુખ આપે છે, ન્યાય માર્ગે ચાલવાથી જસવાદ વધ્યા, અને લોકોમાં કીતિ વિસ્તારને પામી. તે સુશ્રાવક પુણ્યપ્રભાવક દેવગુરૂ ભક્તિકારક જિનાજ્ઞા પ્રતિ પાલક છે. એકવીશ ગુણે કરી બિરાજમાન ત્રિકાલે દેવપૂજા સાચવે, વળી ઉભયકાળે (બેઉ સમયે) પડિક્કમણાદિક ધર્મકરણી કરતૈથકે આખરે તેણે ધર્મનાં કાર્યાં નીચે મુજબ કી.
૧૦૦) જિનમંદિ। બધાવ્યાં, અનેક જિનમદિરાની સ્થાપના કરી, ૩૦૦) ધમ શાળાઓ કરાવી, સાત ક્ષેત્રે ધનના વ્યય કર્યા, વળી પણ જિનેશ્વરની પ્રતિષ્ઠા કરાવે, જિનેશ્વરની નવી પ્રતિમા કરાવે, પુસ્તક લખાવે, ગુરૂની વૈયાવચ્ચ કરે, તેમ શ્રાવક શ્રાવિકાને સાહામીરા કરે, ગુપ્ત દાન દે, જીણાધ્ધાર કરાવે. ઇત્યાદિક વિવિધ પ્રકારે ધનને વાવરે, અનંતગણું ફળ પામે. એટલે સદ્ગતિ પામે. ઈત્યાદિક ધર્મકરણી કરતાં કેટલાંક વર્ષ વીત્યા બાદ નંદરાજાની આજ્ઞા લઈ પોતાના પુત્રને ઢીવાનપદવી અપાવી સાતે બેહેનો સહિત ગુરૂની પાસે દીક્ષા લીધી.
હવે શ્રીયકમુનિથી ક્ષુધા સહન ન થવાથી ઉપવાસ કરી શુંકાય નહીં, તે હવે સંવત્સરીપર્વ આવે થકે યક્ષનામે સાધ્વીએ કહ્યું –ભાઈ ! આજ તા સંવત્સરી મહાપર્વ છે, માટે આજે નવકારસી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org