________________
જીવ જંત કચેરે નથી, ” તે તપાસીને જ પીવું. ઉઘાડુ હેલું પાણી પીવાથી બહુ દોષ છે. અલ્પ પ્રમાદથી અસંખ્ય જીવને ઘાત થાય તે કેવું અનર્થકારક છે માટે દરેક ભાઈએ અને બહેનેએ પાણી માટે ખાસ લક્ષ્ય રાખવું એવી પ્રાર્થના છે. શ્રાવકે પહેરે પહેરે પાણી ગાળીને પીવું જોઈએ, તેમાં જેટલે પ્રમાદ તેટલે દોષ છે. “ યવ યત્ર પ્રમાદઃ તત્ર તત્ર હિંસા. ” પ્રમાદ તજ્યા વગર ધર્મ પામ કયાં સહેલ છે,
યણ એ ઉપગ પૂર્વક વર્તવું તેજ ધર્મ છે. કપાળમાં ચાંદે માત્ર કરવાથી ધર્મ નથી થતું, કે નથી જાણવા માત્રથી થતું. પણ ઉભય લેકને ભય રાખી જે સજજને અષ્ટ પ્રવચન માતાને હૃદયમાં રાખી વર્તે છે, તેઓનું જ કલ્યાણ તથા પૃથ્વી પર આવવું સારભૂત છે, અને બાકી તે પૃથ્વીને ખરેખર ભારભૂતજ સમજવા. ધન્ય છે ! શ્રી કુમારપાલ રાજાને કે જેણે અઢાર દેશમાં અમારિ (અહિંસા) પડહ વજડાવ્યું કે જેના વખતમાં ગાય, ભેંસ, બળદ, ઘેડાં પ્રમુખ ઢેરને પણ પાણી ગળીનેજ પાવામાં આવતું, અને તે ધર્મીષ્ટને પરમહંત એવું બિરૂદ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમાચાર્યજી મહારાજે આપ્યું હતું, તે કુમારપાળ રાજા આવતી ચોવીશીના પ્રથમ તીર્થંકર શ્રી પદ્મનાભ પ્રભુના ગણધર થવાના છે તેને હાલ પણ થશવાદ વર્તે છે તથા આગામીભવે પણ વર્તશે. સદા તેવા પુરૂષ જયવંતા વર્તે ! અરે આપણે કયારે પ્રમાદરૂપી પછેડી દૂર કરી પાપરૂપી મલિન શસ્યામાંથી ઉઠી તેવા પરમહંત થવા અને શિવ વધુ વરવા ઉજમાલ થાશું, જેથી ભવરૂપી પ્રચંડ તાપ ઉપશમે !
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org