________________
આ ગ્રંથ સંબંધી અમારો અભિપ્રાય.
આ ગ્રંથ છપાયા પહેલાં તેનું આઘત અવલોકન કરીને જ્યાં સુધારવા જરૂર જણાઈ ત્યાં સુધારવા ગ્રંથકર્તાને સૂચવ્યું હતું, તેથી તેમણે ફેર કેંપી કરતાં લક્ષ્ય રાખ્યું લાગે છે. ઉક્ત ગ્રંથ તૈયાર કરવામાં મિ. પ્રાણલાલ મંગળજીએ અથાગ પરિ. શ્રમ લીધો છે. તેમજ પુષ્કળ વખતને વ્યય કરી અનેક શંકિત સ્થળે પૂછવા લાયક વિદ્વાન સાધુઓ તથા શ્રાવકોના અભિપ્રાય મેળવી જેમ બને તેમ કાળજીથી અભક્ષ્ય અનંતકાય સંબંધી સવિસ્તર ખ્યાન આપવા પ્રયત્ન કર્યો છે. ખપી શ્રાવક શ્રાવિકાઓને ઉક્ત વિષય બાબત એક ઉપયોગી ગાઈડની ગરજ સારે
એટલે દરજે ગ્રંથકર્તએ તેમાં થન કર્યું છે, તે ફળીભૂત થાઓ ! વિશેષ કરીને પ્રસ્તુત ગ્રંથ જૈન મતાનુયાયીને ઉપયોગી છે, કેમકે અભક્ષ્ય અનંતકાયને સમજી તેનો ત્યાગ કરવામાં જૈને જેવા મશહુર છે તેવા અન્ય મહાનુયાયી નથી; પણ જે આ ગ્રંથને કઈ તત્ત્વરુચિ હાઈ મધ્યરથતા પૂર્વક વાંચશે તે તે કોઈને કાંઈ લાભ મેળવી શકશે. છપાયેલો ગ્રંથ મેં ઉતાવળથી ઉપર ટપકે જે છે, એકંદર તેથી ખપી જનેને તે લાભજ સંભવે છે; દૂધમાં પિરા જેનારા છિદ્ર બુદ્ધિને તે તેથી લાભ થઈ નહીં જ શકે એ સ્વાભાવિક સમજાય છે. આ છેટા પણ ગ્રંથ ઉપરથી કર્તાનું ધર્મમાં કેવું ઝનુન છે, તથા વ્રત નિયમમાં તેની કેવી દ્રઢ ટેક છે, તે પ્રસંગે ઝળકી આવે છે. વધારે પ્રશંસા કરવાને અન્ન અવકાશ નથી. ફક્ત તેને પ્રાથમિક શ્રમ સફળ થાય માટે દરેક તવજીજ્ઞાસુ સજનને આ ગ્રંથ આઘંત વાંચી, તેમાંથી ગુણ ગ્રહણ કરી લેવા સાગ્રહ ભલામણ કરી અને વિરમું છું.
લી. સન્મિત્ર કપૂરવિજય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org