________________
સંકલ્પ-વિકલ્પો બાહ્ય દ્રવ્ય એવા પુત્ર, સ્ત્રી આદિ ચેતન-અચેતન પદાર્થોમાં આ
મારા છે ઓ જે ભાવ છે તે સંકલ્પ કહેવાય છે. હું સુખી છું, હું દુઃખી છું
ઈત્યાદિ ચિત્તગત હર્ષ-વિષાદ આદિ પરિણામ તે વિકલ્પ છે. અંકલેશુ :માનસિક સંતાપ. (૨) અશુભ (૩) તીવ્ર કષાયરૂપ પરિણામ સંકલેશ
છે. (૪) પ્રબળ માનસિક સંતાપ, ઉગ્ર કંકાશ, ઝઘડો, કઝિયો (૫) માઠાં; દુઃખદાયક. (૬) તીવ્ર કયાયરૂપ અશુભ ભાવ. (૭) અશુભ (૮) પીડા; દુઃખ;
કજિયો; કંકાસ.. અંકલેશ પરિણામ કષાય ભાવ (૨) અશુભ પરિણામ (૩) અશુભ ભાવોઃ હિંસા,
અસત્ય, ચોરી, અબ્રહ્મચર્યને પરિગ્રહના ભાવો (૪) સંકલેશભાવ એટલે અશુભભાવ તે આત્માનો સ્વભાવ નથી- હિંસાના, ક્રોધના, માનના, વિષયના વગેરે જે અશુભ પરિણામ, તે બધાય આત્મામાં નથી તેવા નિરાળા આત્માની શ્રદ્ધા કરવાથી અશુભ પર્યાય છૂટીને નિર્મળ પર્યાય થાય છે. અશુભ પરિણામ આત્માની પર્યાયમાં થાય છે કાંઈ જડમાં નથી થતાં, પણ તે આત્માનો સ્વભાવ નથી માટે તે અપેક્ષાએ તેને જડતા કહ્યા છે. તે અશુભ પરિણામ પર લક્ષ રાખવાથી તે અશુભ પરિણામ છૂટતાં નથી પણ અખંડ આત્માના સ્વભાવની શ્રદ્ધા કરવાથી તે છૂટે છે. તે અશુભ પરિણામનું શરણ લેવાથી હિત નથી પણ અખંડ આત્માનું શુદ્ધ સ્વભાવનું શરણ લેવાથી હિત છે. કષાયના વિપાકનું અતિશયપણું જેમનું લક્ષણ છે એવાં જે સંકલેશ સ્થાનો તે બધાંય જીવને નથી. કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય
હોવાથી આત્માની અનુભૂતિથી ભિન્ન છે. સંકલેશરૂપ :તીવ્ર કષાયરૂપ સંક્લેશસ્થાનો કષાયના વિપામનું અતિશયપણે જેમનું લક્ષણ છે એવાં જે
સંકલેશસ્થાનો તે બધાંય જીવને નથી. શું કહે છે ? કે પર્યાયમાં જે અસંખ્ય પ્રકારના અશુભભાવ થાય છે તે જીવસ્વરૂપ નથી. પહેલાં પ્રીતિરૂપ રાગ અને અપ્રીતિરૂપણ એટલું જ આવ્યું હતું હવે કહે છે કે જીવની પર્યાયમાં જે કષાયના વિપાકનું અતિશયપણું છે, જે સંકલેશસ્થાનો છે-તે બધાય જીવને નથી. અહીં જડ વિપાકની વાત નથી પણ જીવની પર્યાયમાં જે કષાયના
૯૯૫ વિપાકનું અતિશયપણું છે, જે સંકલેશસ્થાનો છે-તે બધાય જીવને નથી. અહીં જડ વિપાકની વાત નથી પણ જીવની પર્યાયમાં થતા કષાયના વિપાકની વાત છે. જે કર્મનો વિપાક છે તે પ્રમાણે આત્મામાં પણ કષાયનો વિપાક છે એ કષાયના સંકલેશ પરિણામ છે તે સ્વતંત્ર છે. કર્મ તીવ્ર છે માટે સંકલેશના પરિણામ થયા છે એમ નથી. તે સમયના સંકલેશ પરિણામ જે કક્ષાના વિપાકરૂપે છે તે પોતાની પર્યાય છે. પરંતુ તે શુધ્ધ આત્મવસ્તુમાં નથી. અહાહા! જેને જીવ કહીએ, ભગવાન આત્મા કહીએ તે શુધ્ધ ચૈતન્યમાં સંકલેશના સ્થાનો છે જ નહી. ભાઈ! વસ્તુ તો ત્રિકાળ શુધ્ધ જ છે. અશુધ્ધતા છે તે પર્યાયમાં છે અને તે પોતાને કારણે છે, કર્મના કારણે નહિ. ગોમટસારમાં આવે છે કે ભાવકલંક સુપશિ નિગોદના જીવોને ભાવકલંક (ભાવકર્મ) સુપ્રચુર છે. ત્યાં દ્રવ્યકર્મની પ્રચુરતા નથી લીધી. તેના ઉપાદાનમાં અશુધ્ધતાની-ભાવકલંકની ઉગ્રતા છે અને તે પોતાના કારણે છે. હવે અહીં કહે છે કે એ સંકલેશસ્થાનોના જે અસંખ્ય પ્રકાર છે તે બધાય જીવને નથી કારણ કે તે પુદગલના પરિણામમય હોવાથી અનૂભૂતિથી ભિન્ન છે. શુદ્ધ દ્રવ્ય સ્વભાવને આશ્રયે જે નિર્મળ અનુભૂતિ થાય છે તેમાં આ સંકલેશ સ્થાનો આવતા નથી. ભિન્ન રહી જાય
છે. માટે તે જીવને નથી. આવી વાત છે. સંકલેશસ્થાન સંકલેશ સ્થાન એટલે અશુભ ભાવના પ્રકાર હિંસા, જૂઠ, ચોરી,
કુશીલ, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ આદિ જે અશુભભાવ છે તે
પુદ્ગલપુર્વક હોવાથી પુલ છે. સંકટદોષ “સર્વેષાં યુગપત્રામિ સંકટ’: એક કાળમાં જ એક વસ્તુમાં બધા ધર્મોની
પ્રાપ્તિ થવી, તે સંકટદોષ છે. સંત સૂચન; ઈશારો. સંકીર્ણ :ખંડિત સંકીર્તન ગાન સાથેનું ભજન, ભજન, ગીતવાળી આરાધના સંકોચ : હાનિ; ભિડાવું એ; બિડાવું એ; ખચાકવું એ,; તંગી; અછત; લજજા;
શરમ.