________________
ક્ષયોપથમિકના ઉત્કૃષ્ટ સ્થિતિ ૬૬ સાગર છે અને ક્ષાયિકની સ્થિતિ આદિ-અનંત છે. તથા સંસારમાં રહેવાની અપેક્ષાએ તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગર તથા અંતમૂર્હત સહિત આઠવર્ષકમ બે ક્રોડીપૂર્વ
વિધાન=સમ્યગ્દર્શન એક પ્રકારે અથવા સ્વપર્યાયના લાયકાતની
અપેક્ષાએ ત્રણ પ્રકારે-ઔપથમિક, ક્ષાયોપથમિક અને ક્ષાયિક અથવા આજ્ઞા, માર્ગ, બીજ, ઉપદશે, સૂત્ર, સંક્ષેપ, વિસ્તાર, અર્થ, અવગાઢ અને પરમ-અવગાઢ એમ દશ
પ્રકારે છે. સાયટિ:જીવ ભેદોને નહિ ભાવતાં અભેદ આત્માને જ ભાવે છે, અનુભવે છે.
(૨) જેવી વસ્તુ પૂર્ણ સત્ય છે તેવી દ્રષ્ટિ તેનું નામ સતદ્રષ્ટિ એટલે સમ્યદ્રષ્ટિ છે. (૩) અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા અને અનંતાનુબંધી લોભ એ ચાર તથા મિથ્યાત્વમોહિની, મિશ્ર મોહિની, સમ્યકમોહિની એ ત્રણ એમ એ સાત પ્રકૃત્તિ જયાં સુધી ક્ષયોપશમ, ઉપશમ કે ક્ષય થતી નથી ત્યાં સુધી સમ્મદ્રષ્ટિ થવું સંભવતું નથી. એ સાત પ્રકૃત્તિ જેમ જેમ મંદતાને પામે તેમ તેમ સમ્યત્ત્વનો ઉદય થાય છે. તે પ્રકૃત્તિઓની ગ્રંથિ ભેદથી પરમ દુર્લભ છે. જેની તે ગ્રંથિ છેદાઇ તેને આત્મા હસ્તગત થવો સુલભ છે. તત્વજ્ઞાનીઓએ એ જ ગ્રંથિને ભેદવાનો કરી કરીને બોધ કર્યો છે. જે આત્મા અપ્રમાદપણે તે ભેદવા ભણી દ્રષ્ટિ આપશે તે આત્મા આત્મત્વને પામશે એ નિઃસંદેહ છે. (૪) સમ્યગ્દષ્ટિને-દ્રવ્યદૃષ્ટિ, શુદ્ધ દષ્ટિ, ધર્મદષ્ટિ,
પરમાર્થ દષ્ટિ, અંતરાત્મા, નિશ્ચયદષ્ટિ વગેરે, નામો આપવામાં આવે છે. સમદ્રુટિનાં બીજ નામો સમ્મદ્રષ્ટિને શુધ્ધ દ્રષ્ટિ, દ્રવ્ય દ્રષ્ટિ, ધર્મદ્રષ્ટિ,
નિશ્ચયદ્રષ્ટિ, પરમાર્થદ્રષ્ટિ, અંતરાત્મા વગેરે નામો આપવામાં આવે છે. સમગદશન કેવી રીતે પ્રગટ થાય છે ? :દ્રવ્ય અનંતગુણોથી અભેદ એક વસ્તુ છે,
એવું પર્યાય વિનાનું ત્રિકાળી ધ્રુવ, અખંડ, એક, અભેદ પૂર્ણ દ્રવ્ય જે વસ્તુ તે સત છે. અને તેની અપેક્ષાએ એક સમયની પર્યાય તે અસત છે.
ત્યારે પ્રશ્ન એમ થાય છે કે પર્યાય જે છે તેને અસત કેમ કહી ? તેનો ખુલાસો એમ છે કે પ્રયોજનવશ મુખ્ય ગૌણ કરીને ખાસ એમ કહેવામાં આવ્યું છે. પર્યાય પર્યાયપણે તો છે; એક દ્રવ્યમાં જેમ બીજી ચીજ સર્વથા નથી તેમ આ પર્યાય સર્વથા નથી એમ નથી. જેમ બીજી ચીજ આત્મામાં છે જ નહિ તેમ પર્યાયના સ્વરૂપના સ્વરૂપનું ન સમજવું. પર્યાય પર્યાયપણે તો સત છે. પરંતુ ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ જેને દ્રવ્ય કહીએ, જે અખંડ એક ગ્લાયકભાવમાત્ર પરમ પરિણામિક સ્વભાવ ભાવરૂપ છે તેનો આશ્રય કરતાં સમ્યગ્દર્શનાદિ ધર્મ પ્રગટ થાય છે. ધર્મ પ્રગટ કરવાનું આ પ્રયોજન સિધ્ધ કરવા ત્રિકાળી ધ્રુવ દ્રવ્યને મુખ્ય કરીને તેને નિશ્ચય કરી સત્યાર્થ કહેલ છે. જયારે વર્તમાન પર્યાયના આશ્રયે સમ્યગ્દર્શનાદિ ધર્મ પ્રગટ થતો નથી, પણ રાગાદિ વિકલ્પ થાય છે તેથી પર્યાયનો આશ્રય છોડાવવા તેને ગૌણ કરીને વ્યવહાર કહી અસત્યાર્થ કહેલ છે. પર્યાયને ગૌણ કરીને એટલે કે તેને પેટામાં રાખીને, દ્રવ્યમાં ભેળવીને નહીં પર્યાય પર્યાયમાં છે એમ રાખીને એની મુખ્યતા ન કરતાં, તળેટીમાં રાખીને તેને અસત્યાર્થ કહેવામાં આવેલ છે. ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ જેને દ્રવ્ય કહીએ, જેને જ્ઞાયક કહીએ, જેને પરમ પારિણામિક સ્વભાવભાવ કહીએ તેને મુખ્ય કરી નિશ્ચય કહી સત્ય કહેવામાં આવેલ છે, આમ શા માટે કહ્યું? કે ત્રિકાળી સત્યાર્થ વસ્તુના આશ્રયે સમ્યકદર્શન પ્રગટ થાય છે અને બીજી કોઇ રીતે સમ્યગ્દર્શન પ્રગટ થતું નથી. આવા ભૂતાર્થ, અભેદ એકરૂપ દ્રવ્યમાં દ્રષ્ટિ જાય-દ્રષ્ટિ પ્રસરે ત્યારે તેને સમ્યગ્દર્શન થાય છે. ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. આ તો હજુ સમ્યગ્દર્શનની પ્રાપ્તિનું પ્રયોજન સિધ્ધ કરવાની વાત ચાલે છે, ચારિત્ર તો
કયાંય રહ્યું. આ કોઇ અલૌકિક અને અપૂર્વ ચીજ છે. સમ્યક્દશાનાં પાંચ જાણો :
(૧) શમ,
સંવેગ,
નિર્વેદ, આસ્થા,