________________
જીવની આ દશાને વીતરાગસમ્યગ્દર્શન કહેવામાં આવે છે; અને જ્યારે સમ્યગ્દષ્ટિ જીવ પોતામાં સિથર ન રહી શકે ત્યારે રાગમાં તેનું અનિત્ય જોડાણ થતું હોવાને કારણે તે દશાને સરાગ સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. શુભરાગથી ધર્મ થાય કે ધર્મમાં સહાય થાય એમ સમ્યગ્દષ્ટિ જીવ કદી માનતા
નથી – ખાસ લક્ષ રાખવું. સમગ્દર્શનની કર્તા સમ્યગ્દર્શનની કર્તા સમ્યકદર્શનની પર્યાય એનું કાર્ય તે પર્યાય,
એનું સાધન તે પર્યાય એનું સંપ્રદાન, અપાદાન ને અધિકરણ પણ તે પર્યાય પોતે જ છે. મોક્ષનો માર્ગ કે સમ્યગ્દર્શન આદિ નિર્મળ રત્નમયની જે પર્યાય પ્રગટ થઈ તે સ્વતંત્ર પ્રગટ થઈ છે એને ત્રિકાળી દ્રવ્યની અપેઢા નથી ને બાહ્ય વ્યવહારના કારકોની પણ અપેક્ષા નથી. સમ્યગ્દર્શનની પર્યાય પોતાના
ષટકારથી સ્વતંત્ર ઉત્પન થઈ છે. સમગ્દષ્ટિની થાર ભાવના ૧. સંવેગ, ૨. અનુકંપા, ૩. આસ્તિષ્પ અને ૪.
પ્રશમ આ ચાર ભાવના સમ્યગ્દષ્ટિને હોય છે. સમ્યગ્દર્શનની પાંચ અતિચાર :
જિન વચનમાં શંકા કરવી, (૨) વ્રતો પાળીને સંસારનાં સુખોની ઈચ્છા કરવી, (૩) મુનિ વગેરેનું શરીર જોઈને ધૃણા કરવી, (૪) મિથ્યાદષ્ટિથી સ્તુતિ કરવી, અને (૫) તેમનાં કાર્યોની મનથી પ્રશંસા કરવી. આ સમ્યગ્દર્શનના પાંચ અતિચાર
૯૮૩ પરથી દ્રષ્ટિ ઉઠાવી લઇ પૂર્ણાનંદની સત્તાનું-એક અખંડ અભેદ વસ્તુનું
અવલંબન લઇ અતીન્દ્રિય આનંદ પ્રગટ કર. આ સમ્યગ્દશસ્નની રીત છે. સમદર્શનનો ઉપાય :મારું હિત અહિત મારાથી જ થાય છે અને તેનો કરનારો હું
જ છું એ પ્રથમ સ્વતંત્રપણું નકકી થયા પછી પોતાના ઊંધા પુરૂષાર્થથી વર્તમાન અવસ્થામાં નિમિત્તાધીન પુણ્ય-પાપની વૃત્તિ થાય છે તે મારૂં સ્વરૂપ નથી. હું ત્રિકાળ છું તે ક્ષણિક છે, હું તે વિકારી વૃત્તિનો નાશક છું. અવિનાશી અસંગ છું, જ્ઞાન, દર્શન, સુખ વીર્ય વગેરે અનંત ગુણોથી વર્તમાનમાં પૂર્ણ છું . એમ સ્વાશ્રિત દૃષ્ટિથી સ્વભાવનું જોર લાવી વર્તમાન અવસ્થા તરફનું લક્ષ ગૌણ કરીને અખંડ સ્વભાવમાં ઉપર લક્ષ કરવું તે સમ્યગ્દર્શનનો ઉપાય છે. ત્રિકાળી અસ્તિ સ્વભાવનું ધોલન કરવું અને તેમાં એકાગ્રરૂપે કરવું તે આત્માની વ્યવહારક્રિયા છે. આત્માનો વ્યવહાર આત્મામાં જ છે, જડમાં નથી. પ્રથમ રાગ મિશ્રિત વિચારથી આટલો નિર્ણય કર્યા પછી સ્વભાવમાં એકાગ્ર થતાં વિકલ્પ તૂટી આત્મામાં નિર્વિકલ્પતાનો અનુભવ થાય છે અને અપૂર્વ સ્વાનુભવનો આનંદ આવે છે, તે વખતે મોક્ષનું મૂળ નિશ્ચય
સમ્યગ્દર્શન પ્રગટે છે. સવગદર્શનનો મહિમા સમ્યગ્દષ્ટિ જીવ આયુષ્ય પૂર્ણ થતાં જ્યારે મૃત્યુ પામે છે.
ત્યારે બીજાથી સાતમી નરકના નારકી, જ્યોતિષી, વ્યંતર, ભવન વરસી, નપુંસક, સર્વ પ્રકારની સ્ત્રી, એકેન્દ્રિય, બે ઈન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય, ચતુરિન્દ્રિય અને કર્મ ભૂમિના પશુ થતા નથી. (નીચ ફળ વાળા, ઓછો અંગવાળા, અલ્પાયુવાળા અને દરિદ્ધિ થતા નથી;) વિમાનવાસી દેવ, ભોગ, ભૂમિના મન અથવા તિર્યંચ જ થાય છે. કર્મભૂમિના તિર્યંચ પણ થતા નથી. કદાચ નરકમાં જાય તો પહેલી નરકની નીચે જતાં ની. ત્રણ લોક અને ત્રણ કાળમાં સમ્યગ્દર્શન જેવી સુખદાયક બીજી કોઈ વસ્તુ નથી, આ સમ્યગ્દર્શન જ સર્વ ધર્મોનું મૂળ છે. આ વિના જેટલા ક્રિયાકાંડ છે તે બધાં દુઃખદાયક છે. નોંધ :- જે જીવ સભ્યત્વ પામ્યા પહેલાં, આગામી પર્યાયની ગતિ (આયુ) બાંધે છે, તે જીવ આયુ પૂર્ણ થવાથી જ્યારે મરણ પામે છે ત્યારે નરકગતિમાં
સમ્યગ્દર્શનની રીત આત્મા વીતરાગ સ્વરૂપ છે. ચારિત્રની અપેક્ષાએ વીતરાગ
સ્વરૂપ, આનંદની અપેક્ષાએ પૂર્ણ આનંદ સ્વરૂપ, જ્ઞાનની અપેક્ષાએ પૂર્ણ જ્ઞાન સ્વરૂપ, શ્રધ્ધાની અપેક્ષાએ પૂર્ણ શ્રધ્ધા સ્વરૂપ, પ્રભુતાની અપેક્ષાએ પૂર્ણ ઇશ્વર સ્વરૂપ આત્મા છે. આવા ભેદો ભેદ અપેક્ષાએ સત્ય છે, છતાં એ ભેદોનું લક્ષ કરવાથી રાગ ઉત્પન્ન થાય છે. એ બધી પર્યાયદ્રષ્ટિ છે. પર્યાયદ્રષ્ટિ જયાં સુધી છે ત્યાં સુધી પૂર્ણ આત્માનો અનુભવ થતો નથી. માટે પર્યાય