________________
રાગની અપેક્ષા વિનાનો ભાવ છે, તેમાં અંશે અવલંબનનો ભેદ તોડીને યથાર્થનું જે જોર આવે છે તે નિશ્ચય સમ્યગ્દર્શનનું કારણ થાય છે. સમ્યગ્દર્શનનું ધ્યેય :ત્રિકાળી શુદ્ધ આત્માની પ્રતીતિ, તે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામથી રહિત છે. મોક્ષના કારણથીય, ભગવાન આત્મારહિત છે.
સમ્યગ્દર્શનનું લક્ષણ :સમ્યગ્દર્શનનું લક્ષણ નિર્વિકલ્પ પ્રતીતિ સમ્યગ્દર્શનના આઠ અંગ જેમ શરીરનાં આઠ અંગ હોય છે-મસ્તક, પુટ, પીઠ,
બેહાથ, બે પગ અને કમર. જો તેને જુદાં જુદાં કરી દેવામાં આવે તો શરીર રહે નહિ, તેવી રીતે સમ્યક્ત્વનીને આઠ અંગ હોય છે. જો તે ન હોય તો તે સમ્યગ્દર્શની હોઇ શકતો નથી.
(૧) નિઃશક્તિ અંગ=જે તત્ત્વોની શ્રધ્ધા કરીને સમ્યગ્દર્શની થયા છે તે ઉપર કદી શંકા લાવતા નથી. જે જાણવા યોગ્ય વાતો સમજમાં નથી આવી અને જિનાગમથી જાણવામાં આવે છે તેના ઉપર અશ્રધ્ધાન કરતા નથી તથાપિ તેને જ્ઞાની દ્વારા સમજવાનો ઉદ્યમ કરે છે તથા તેમને નીચે જણાવેલા સાત પ્રકારના ભય એવી રીતે નથી હોતા કે જેથી શ્રધ્ધા વિચલિત થઇ જાય. ચારિત્ર મોહના ઉદયથી જો કદી કોઇ ભય હોય છે તો તેને વસ્તુસ્વરૂપ વિચારી આત્મબળની સ્ક્રૂતિથી દૂર કરે છે.
આ લોકનો ભય=હું આ ધમકાર્ય કરીશ તો લોક નિંદા કરશે માટે નહિ કરું એવો ભય સમ્યક્ત્વી કરતા નથી. તે શાસ્ત્રની આજ્ઞા માનીને જેથી લાભ થાય તે કામોને લોકના ભયના કારણે છોડી દેતા નથી.
(૧)
(૨) પરલોકનો ભય=જો કે સમ્યક્ત્વી દુર્ગતિએ જવા યોગ્ય કામો કરતા નથી તથાપિ તે પોતાના આત્માની અંદર એવી દ્દઢ શ્રધ્ધા રાખે છે કે તેને એવો ભય નથી થતો કે જો નર્કાદિમાં ગયા તો ભારે દુઃખ ખમવાં પડશે. તે શારીરીક કષ્ટથી ગભરાતા નથી તેમ વિષય સુખના લોલુપી હોતા નથી
પોતાના કર્યોદય ઉપર સંતોષ રાખતાં પરલોકની ચિંતાથી ભયભીત થતા નથી.
૯૭૯
(૩) વેદના ભય =તે રોગ ન થાય તેનો યત્ન કરે છે. મર્યાદાપૂર્વક ખાનપાન, નિયમિત આહાર, વિહાર, નિંદ્રાના સાધન કરે છે તથાપિ ભયાતુર થતા નથી કે રોગ આવી જશે તો હું શું કરીશ ? તે સમજે છે કે જો અસાતા વેદનીયના તીવ્ર ઉદયથી રોગ આવી જશે તો કર્મની નિર્જરા જ થશે એમ સમજીને ભયરહિત રહે છે. રોગ થાય છે ત્યારે યથાર્થ ઇલાજ કરે છે.
(૪) અરક્ષાભય=જો સમ્યક્ત્વી એકલા હોય અથવા કયાંક પરદેશમાં એકલા જાય તો તે એવો ભય નથી કરતા કે મારી રક્ષા અહીં કેમ કરીને થશે ? હું મારા પ્રાણોની કેમ કરીને રક્ષા કરીશ ? તે પોતાના આત્માના અમરત્વ ઉપર અને તેના ચિર સુરક્ષિત ગુણરૂપી સંપત્તિ ઉપર પોતાનો દ્દઢ વિશ્વાસ રાખે છે. તેથી મારો રક્ષક કોઇ નથી એવો ભય ન રાખતા અરિહંતાદિ પાંચ પરમેષ્ટિના શરણને જ મોટી, રક્ષા સમજે છે.
(૫) અગુપ્ત ભય-સમ્યક્ત્વની એવા ભાવ કરતા નથી કે જો મારો માલ કે સરસામાન ચોરાઇ જશે તો શું થશે ? તે પોતાના માલની રક્ષાનો પૂર્ણપ્રયત્ન કરીને નિશ્ચિત રહે છે અને ભવિષ્યનો વિચાર પોતાના કર્મ ઉપર છોડી દે છે. તે જાણે છે. કે જો તીવ્ર અસાતાવેદનીયનો ઉદય આવી જશે તો લક્ષ્મી રહેવામાં વાર નહિ લાગે. પુણ્યોદયથી કાયમ રહેશે.
(૬) મરણભય=સમ્યક્ત્વીને મરણનો ભય હોતો નથી. તે મરણને કપડું બદલવાની માફક સમજે છે. આત્માનું મરણ કદી થતું નથી, હું અજર અમર છું એવો દૃઢ વિશ્વાસ તેને મરણના ભયથી દૂર રાખે છે તે જગતમાં વીર યોધ્ધાની માફક વર્તન કરે છે.
(૭)
અકસ્માત ભય=તે પોતાની શક્તિ અનુસાર રહેવાનાં, બેસવાનાં, આવવાનાં કે જવાનાં સાધનોને સંભાળીને કામમાં લે છે. એમ ભય નથી રાખતા કે અકસ્માત છાપરું (છત) પડી જશે તો શું થશે ? ધરતીકંપ થશે તો શું થશે ? એવો ભય રાખતા નથી. પ્રયત્ન કરતાં છતાં કંઇ બની જાય તેને ભાવી કે કર્મોદય ઉપર છોડી દે છે, અકસ્માતનો વિચાર કરીને ભયભીત થતા નથી.